રાજકોટ
News of Tuesday, 23rd October 2018

વિશ્વધર્મ પરિષદના ઇતિહાસમાં પ્રથમ વખત કેનેડામાં દિવાળી પર્વ ઉજવાશે

વિવેકાનંદ પ્રોમો કોડ સાથે પાર્લામેન્ટમાં હાજર રહેવા માંગતા ડેલીગેટ્સને ડિસ્કાઉન્ટ પણ મળશેઃ ગુજરાતમાંથી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખીલેશ્વરાનંદજી ખાસ પ્રવચન આપશે

રાજકોટ : સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકાના સંબોધન વડે ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજઙ્ગ શિકાગોનીઙ્ગ સર્વપ્રથમ ધર્મ પરીષદમાં સતત પાંચ મિનીટ સુધી તાળીઓનો ગડગડાટ મેળવનારા સ્વામી વિવેકાનંદજીના એ વકતવ્યને આ વર્ષે ૧૨૫ વર્ષઙ્ગ થશે.આ વર્ષેઙ્ગ કેનેડાના ટોરન્ટોમાં ૧ થી ૭ નવેમ્બર સુધી એ જ પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલીઝન યોજાશે. તેમાં પહેલીવાર ભારતીયોના અત્યંત મહત્વપૂર્ણ તહેવાર દિવાળીની ઉજવણી ધામધૂમથી થશે. આ મહાપરિષદમાં ૮૦ દેશોના ૪૦ ધર્મોના ૧૦૦૦૦ અગ્રણીઓ ભાગ લેશે.

ટોરન્ટો સરકારે સમગ્ર નવેમ્બર મહિના ને ઇન્ડિયન ફેસ્ટિવલ મંથ એટલે કે ભારતીય તહેવારોના માસ તરીકે જાહેર કર્યો છે. ૨જી ડિસેમ્બરે સાંજે ૬ થી ૮ દરમિયાન દિવાળીની ઉજવણી થશે.જેમાં ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ સહિત અનેક ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ૫જ્રાક નવેમ્બરે સ્વામી નિખિલેશ્વરાનંદજી તેમાં ખાસ વકતવ્ય આપશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ ધર્મ સંસદ સમિતિએ નિમંત્રણ ને માન આપીને સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોમાં પ્રવચન આપ્યું હતું. જે ઐતિહાસિક ભાષણ હતું. તેજ વિશ્વ ધર્મ સંસદે એકસો વર્ષ પછી ૧૯૯૩માં સમિતિને પુનઃ કાર્યરત કરી. ત્યારથી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલીઝન દર પાંચ વર્ષે યોજવામાં આવતી હતી, તે સમયગાળો ઘટાડીને ત્રણ વર્ષનો કરવામાં આવ્યો છે. આ વખતે પરિષદ કેનેડામાં યોજવામાં આવી રહી છે. આ વખતે ગુજરાતમાંથી બે વ્યકિત જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે સાધ્વી શિલાપીજી અને સમગ્ર ભારતના રામકૃષ્ણ મઠ વતી સ્વામી શ્રી નિખીલેશ્વરાનંદજી મુખ્ય વકતા તરીકે પ્રવચન આપશે.ઙ્ગઆઠમી નવેમ્બરે હ્યુસ્ટનમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીના ચાર પ્રવચનો યોજવામાં આવશે. ૧૫મી નવેમ્બરે બોસ્ટનની હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ તેઓ વકતવ્ય આપશે. સેન્ટ લૂઈ અને ન્યૂયોર્કમાં વિવેકાનંદ વિદ્યાપીઠમાં ૨૨મીએ ૨ પ્રવચનો યોજાશે. ૨૩મીએ રોજબરોજના જીવનમાં વેદના મહત્ત્વ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજી વકતવ્ય આપશે. ૨૫મીએ વેદાંત સોસાયટી તરફથી ૯-૧૧ ટુ ૯-૧૧ વિશે પ્રવચન યોજાશે. ૨૮મીએ લોંગ આયલેન્ડમાં પણ તેઓ વકતવ્ય આપશે.

ઉલ્લેખનીય છે કે છઠ્ઠી પરિષદ ૧૫થી ૧૯ ઓકટોબર, ૨૦૧૫ દરમિયાન સોલ્ટ લેક સિટીમાં યોજાઈ હતી તેમાં પણ સ્વામી નિખિલેશ્વરાનંદજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમાં તેમણે અદ્ભૂતઙ્ગ પ્રવચન આપ્યું હતું.

(3:26 pm IST)