રાજકોટ
News of Tuesday, 23rd October 2018

મહિલા આયોગ દ્વારા રાજકોટમાં નારી સંમેલન

 ગુજરાત રાજય મહિલા આયોગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ અને મહિલા સશકિતકરણ વિષયક યોજનાની જાણકારી આપી શકાય તે હેતુથી એક નારી સંમેલન યોજવામાં આવ્યુ હતુ. રાજય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયેલ આ નારી સંમેલનનું દિપ પ્રાગટય અંજલીબેન રૂપાણીએ કરેલ. પૂર્વ મંત્રી જશુબેન કોરાટ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર ડો. દર્શનાબેન શાહ, રૂપાબેન શીલુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર દર્શન નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડીનેટર ખ્યાતીબેન કે. ભટ્ટે કરેલ.

(3:24 pm IST)