રાજકોટ
News of Tuesday, 23rd October 2018

પુસ્તક પરિચય ધન્વી-માહી

સાહેબધણીની ચૂંદડી અમરવરની ચૂંદડી

રાજકોટ :  સંતોની અધ્યાત્મિકને ભજનધારામાં ઘણાં રૂપક ભજનો મળી આવે છે. એમાં ચૂંદડી એક અનોખા રૂપકથી શોભે છે. ''સાહેબધણીની ચૂંદડી''ને લગતા પ્રેમભકિત, સમજને જ્ઞાનની પ્રાંજલ સ્પર્શ છે. ભકિત અને જ્ઞાન-પ્રકાશના પંથે સ્વની-પરમ સ્વરૂપને ઓળખ માટેની પ્રેરણા ભજનોમાં પ્રવર્તે છે. 

''પ્રેમપંથી''ના આ પુસ્તક સાહેબધણીની ચૂંદડી (અમરવરની ચૂંદડી) સુંદરને ચિતાકર્ષક સંંપાદન છે. ભજન સાહિત્યમાં જે પ્રથમ ને અનેરૂ કહી શકાય કેમકે આ પુસ્તકમાં ૩૩ ભજનોની મીમાંસા સાથે અન્ય ૭પ ભાજનોમાં સંતધારાનું સુંદર દર્શન નિરૂપેલ છે.

''પ્રેમપંથી''ના આ પુસ્તક અંગે ડો. હિમાંશુ ભટ્ટ જણાવે છે કે આ સમગ્ર પુસ્તક અનંત સૌંદર્યમય તત્વની ઝાંખી કરાવે છે. એમાં ભકિત-ભર સાંંદર્યનું પરમાત્મા સાથેનું અનુસંધાન છે. ભજન સાહિત્યની રહસ્યદર્શી ચૂંદડીનું પ્રતીક સંતો-ભકતોની ચૂંદડી સ્વરૂપમાં પ્રતીત છે. આ ચૂંદડી સ્વરૂપના ભજનોમાં મીરાંની જેમ અખંડવરને વરવાની લગની છે ને તેજની વીજળીનો રેશમ ચમકાર છે.ત ેમજ ચુંદડીમાં પ્રેમ ભાવ ઉર-હૃદયની ભાવોર્મિ છેને પ્રેમભકિતરૂપી ચૂંદડીનો મહિમા છે. આ ચૂંદડી પરિબ્રહ્મને પામવાનું અલખ લગનીનું આત્મરૂપ છે.

પ્રાપ્તિ સ્થાન :

કૃલ પૃષ્ઠ : ૧૬૪ મૂલ્ય રૂ. ૮૦ + પોસ્ટેજ અલગ.

સંપર્ક : રાજેશભાઇ વી. સિંધવ મો. ૯૯૭૮૯ ૧૭પ૩પ, 'આનંદ વિહાર' જય શકિત સોસાયટી, રાજનગરપાછળ, નાના મવા રોડ, રાજકોટ -૩૬૦ ૦૦૪.

(3:22 pm IST)