રાજકોટ
News of Tuesday, 23rd October 2018

મારવાડી યુનિવર્સિટીમાં ૨૧મી સદીનું અનોખું પદવીદાન

રાજકોટ : મારવાડી યુનિવર્સિટીના પ્રથમ કોનવોકેશનમાં ૨૧મી સદીને અનુરૂપ અદ્યતન ટેકનોલોજીથી સજજ એવા ડિગ્રી સર્ટિફીકેટ અપાયા. આ સર્ટિફીકેટના અનોખા ૧૪ ફિચર્સ જેવા કે 'ચલણી નોટોમાં વપરાતા સિલ્વર ફોઇલ્ડ કરન્સી પેપર', અલ્ટ્રા માઇક્રો પ્રિંટ', 'ફકત ઇમિગ્રેશન ઓફિસ દ્વારા ડીકોડ થઇ શકે તેવા કોડ્સ', '૩-ડી હોલોગ્રામ સ્ટીકર', અને સહુથી મહત્વની વાત કે આ ડિગ્રી સર્ટિફીકેટ ને એનએસડીએલ પોટ્લ ઉપર ખપલોડ કરીને ખરાઇ કરી શકાશે. મલ્ટિ-નેશનલ કંપનીઓમાં આ ડિગ્રી સર્ટિફીકેટને અલગ જ અગ્રિમતા મળી શકશે. આ પ્રસંગે અતિથી વિશેષ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઇ મારવાડી, વાઇસ-પ્રેસિડેન્ટ જીતુભાઇ ચંદારાણા, કુલપતિ ડો. વાય.પી. કોસ્ટા, સંચાલકગણના સભ્યો, ડીન,રજિસ્ટ્રાર અને અન્ય આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી અને એક સફળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મારવાડી યુનિવર્સિટીના કાર્યોને બિરદાવતા કહયું કે ગુજરાત હંમેશા કંઇક નવતર કરવામાં મોખરે જ રહયું છે, એ પછી સ્ટાર્ટ-અપ હોય કે કોઇ ક્રાંતિકારી આવિષ્કાર હોય... તેમણે કહ્યું કે તેમને ગર્વ છે કે મારવાડી યુનિવર્સિટીમાં 'ફલેસીબલ હોમ' જેવા નાના નાના સાહસોને પ્રોત્સાહન અપાય છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય, તેવી જ રીતે નાના સ્ટાર્ટ-અપના નવા પ્રયોગો મોટા નવપરિવર્તન લાવશે. સમારોહના અંતમાં મારવાડી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટની પુસ્તક 'ઇકોનોમિક રિવાયવલ'નું અનાવરણ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી સંદીપભાઇ મારવાડી, નિશિતભાઇ ચંદારાણા, અમીષભાઇ ચંદારાણા, જીતભાઇ મારવાડી ઉપસ્થિત રહયા હતા. કોન્વોકેશન ફંકશનના સફળ આયોજન માટે યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ જીતુભાઇ ચંદારાણાએ યુનિવર્સિટીના ફેકલ્ટી અને સ્ટુડન્ટ વોલિએન્ટરને અભિનંદન પાઠવ્યા હતાં.

(3:20 pm IST)