રાજકોટ
News of Tuesday, 23rd October 2018

દિવાળીના શુભપર્વે શ્રી શ્રી રવિશંકરજી રાજકોટમાં

રેસકોર્ષના મેદાનમાં અષ્‍ટલક્ષ્મી હવન, દિવાળી પૂજન, મહાસત્‍સંગ સહિતના કાર્યક્રમો : ૧ લાખ લોકો હાજરી આપશે : આઠ વર્ષ બાદ થશે આગમન : સ્‍વયંસેવકો દ્વારા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો : ઋષિ નિત્‍યપ્રજ્ઞાજી - સ્‍વામી સરનુજીની પ્રેસ કોન્‍ફરન્‍સ

રાજકોટ, તા. ૨૩ : આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર દિવાળીના દિવસે આઠ વર્ષ બાદ ફરી રાજકોટ પધારી રહ્યા છે ત્‍યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમના સાનિધ્‍યમાં ૭ નવેમ્‍બરના દિવસે રેસકોર્ષ મેદાનમાં અષ્‍ટલક્ષ્મી હવન, દિવાળી પૂજન તથા મહાસત્‍સંગ કાર્યક્રમનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. ઉપરોકત કાર્યક્રમમાં એક લાખથી વધારે લોકો ઉપસ્‍થિત રહેશે. જેમાંથી ૭૦ હજાર લોકોનું રજીસ્‍ટ્રેશન પણ થઈ ગયું છે. શ્રી શ્રી રવિશંકર દિવાળીના દિવસે રાજકોટ પધારી રહ્યા છે ત્‍યારે આર્ટ ઓફ લીવીંગ પરિવારમાં અનેરો ઉમંગ અને ઉત્‍સાહ છે. તે અંતર્ગત શહેરમાં દરરોજ વિવિધ વિસ્‍તારોમાં કાર્યક્રમને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

દિવાળીના દિવસે શ્રી શ્રી રવિશંકર રાજકોટ પધારી રહ્યા છે ત્‍યારે તેમના કાર્યક્રમ અંગેની માહિતી આપતા ઋષિ નિત્‍યપ્રજ્ઞાજી અને સ્‍વામી સરનુજીએ પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી જણાવ્‍યુ હતું કે, આઠ વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકર રાજકોટ આવી રહ્યા આ કાર્યક્રમ માટે છેલ્લા ઘણા સમયથી તેમણે આમંત્રણ આપવામાં આવ્‍યુ હતું ત્‍યારે આમંત્રણને માન આપી તેઓ રાજકોટ પધારી રહ્યા છે. તૈયારના ભાગરૂપે આર્ટ ઓફ લીવીંગ રાજકોટ તેમજ સૌરાષ્‍ટ્રના સ્‍વયંસેવકો દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો તેમજ સામાજીક કાર્યક્રમ રૂપે પ્રોજેકટ પવિત્ર અને પ્રોજેકટ ભારત અને સાથે આર્ટ ઓફ લીવીંગ રાજકોટ અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સ્‍વચ્‍છતા અભિયાનના ભાગરૂપે સૂકો કચરો અને ભીનો કચરોની માહિતી દરેક વોર્ડમાં ઘર ઘર જાગૃતિ ફેલાવી રહ્યા છે.

આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી તા.૭ નવેમ્‍બર દિવાળીના દિવસે રાજકોટ આવી રહ્યા છે ત્‍યારે તેમના સાનિધ્‍યમાં રેસકોર્ષના મેદાનમાં અષ્‍ટલક્ષ્મી હવન, દિવાળી પૂજન તથા મહાસત્‍સંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધારે લોકો ઉપસ્‍થિત રહેનાર છે. આર્ટ ઓફ લીવીંગ પરીવારમાં કાર્યક્રમને લઈને અનેરા ઉત્‍સાહ - ઉમંગ છવાયો છે. તેમજ દરરોજ વિવિધ વિસ્‍તારોમાં કાર્યક્રમને અનુલક્ષીને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

શ્રી શ્રી રવિશંકરજી રાજકોટ તેમજ અમદાવાદમાં તા.૫-૧૧ સાંજે ૫:૩૦ થી ધન્‍વંતરી હોમ, લક્ષ્મી પૂજન અને મહાસત્‍સંગ યોજાશે. બાદ તા.૬-૧૧ના રોજ સોમનાથ ખાતે મહારૂદ્ર પૂજા સાંજે ૫:૩૦ થી ૮:૩૦  અષ્‍ટલક્ષ્મી હોમ, દિવાળી પૂજન તેમજ મહાસત્‍સંગનો કાર્યક્રમ યોજાનાર હોવાનું ઋષી નિત્‍યપ્રજ્ઞાજી અને સ્‍વામી સરનુજીએ જણાવ્‍યુ હતું. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(12:29 pm IST)