રાજકોટ
News of Tuesday, 23rd October 2018

લોકસભા ચંૂટણીઃ રાજકોટ માટે નવા ૬ હજાર EVM લેવા ટીમો બેંગલોર પહોંચીઃ વીવીપેટ બીજા તબક્કામાં આવશે

આજે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ણનની તમામ કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સઃ રાજકોટ અંગે બપોરે ૩ વાગ્યે સમીક્ષા રાજકોટ જીલ્લામાં મતદાર યાદી અંગે કુલ ૬૮ હજાર ફોર્મ ભરાયાઃ હાલ તમામની ડેટા એન્ટ્રી ચાલુ...

રાજકોટ તા. ર૩ :.. લોકસભા ચૂંટણી -ર૦૧૯ ના પડઘમ શરૂ થઇ ગયા છે, અને તે સંદર્ભે કલેકટર તંત્ર તૈયારીઓ શરૂ કરી છે, દરમિયાન ચૂંટણી પંચે આ વખતે લોકસભા ચૂંટણીમાં અદ્યતન અપડેટ વર્ઝનવાળા નવા ઇવીએમ વાપરવા અંગે ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે, અને તે સંદર્ભે ચૂંટણી પંચની સુચના આપતા, નવા ઇવીએમ લેવા રાજકોટ કલેકટર તંત્રની ચૂંટણી શાખાની ટીમો બેંગલોર પહોંચી છે. અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે આજે ટીમ બેલ કંપનીમાં પહોંચી છે, ત્યાંથી ચૂંટણી શાખાના મામલતદાર શ્રી કથીરીયા અને સ્ટાફ ૩૪૦૦ બીયુ અને ર૬૦૦ સીયુ સહિત કુલ ૬ હજારથી વધુ નવા ઇવીએમ મશીન જીપીએસ સિસ્ટમ વાળા ટ્રકમાં રવાના કરશે, સાથે પોલીસ ગાર્ડ સાથેની ગાડીમાં આ ટીમ પણ કાલ સુધીમાં રાજકોટ પહોંચી જશે.

તેમણે ઉમેર્યુ હતું કે, નવા ઇવીએમમાં તાપમાનની અસર ન થાય તે પ્રકારે અને અન્ય સવલત સાથે તૈયાર કરાયા છે, જયારે સાથેના વીવીપેટ મશીન હવે બીજા તબકકામાં લઇ અવાશે.

દરમિયાન મતદાર યાદી સુધારણા કામગીરી પુરી થઇ છે, હાલ રાજયભરમાં ડેટા એન્ટ્રી ચાલી રહી છે, આજે આ કામગીરીની સમીક્ષા અંગે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલી ક્રિષ્ણનની તમામ કલેકટરો સાથે ખાસ વિડીયો કોન્ફરન્સ યોજાઇ છે. રાજકોટ કલેકટર બપોરે ૩ થી ૪ માં વિગતો સીઇઓને આપશે.

અત્રે એ નોંધનીય છે કે ૧ાા મહીનો ચાલેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં રાજકોટ જિલ્લામાં નવા નામ ઉમેરવા, સુધારણા, કમી, સ્થળાંતર સહિત કુલ ૬૮ હજાર ફોર્મ ભરાયા છે, જેની હાલ ડેટા એન્ટ્રી ચાલી રહી છે.

(11:40 am IST)