અંતરીક્ષ જ્ઞાનપીઠમાં જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ યોજાયો
રાજકોટ : શહેરની ભાગોળે આવેલ લોધીકા તાલુકાના દેવળા ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ સેવા ફાઉન્ડેશન સંચાલિત અંતરીક્ષ એન્ડ જ્ઞાન પીઠમાં સાંસ્કૃતિક, વિજ્ઞાન મેળો અને ઝેડ પ્લસ એજ્યુકેશન સિસ્ટમના વિમોચન સહિત ત્રિવેણી સંગમનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની અવનવી કૃતિઓ, નાટક, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરૂકુલ ઢેબર રોડ, રાજકોટના શ્રી હરિપ્રિયદાસજી સ્વામી અને શ્રી નિર્ગુણજીવનદાસજી સ્વામી ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા તેમજ શિક્ષણવિદ શૈલેષ સગપરિયાએ બાળકો પ્રત્યે રહેલી પોતાની ફરજો અંગેનું ઉમદા વકતવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ચેરમેન પ્રદિપભાઇ પ્રવિણભાઇ કાછડિયા સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.