રાજકોટ
News of Tuesday, 23rd October 2018

બધા જ પક્ષોનું વિસર્જન કરી દેવી પાલનહાર રાજાઓને રાજ સોંપો

તંત્રી શ્રી,

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ આર્ય મહા સંસ્કૃતિની રક્ષા માટે સાવધ રહે તે પ્રશંસનીય છે. વધારે સારી ઓળખાણ ''રામ સંસ્કૃતિ સંઘ'' ના નામથી થઇ શકે. અંગ્રેજોએ દેહથી ભલે ભારત છોડયું પરંતુ તેમની કુટ કપટની નીતિ દેશી અંગ્રેજો દ્વારા જારી છે. પરિણામે સન ૧૯૪૭ પછી ભારતવર્ષની પ્રજા અને મૂક પ્રાણીઓની હાલત દયનીય બની છે. પરાપૂર્વથી આ મહાન આર્યાવર્ત વિશ્વગુરૂ રહયો હતો તેનું પારાવાર અધઃપતન થયું છે. ચિત્ર વિચિત્ર કાયદાઓના જંગલમાં અંગ્રેજ સ્થાપિત પાર્લામેન્ટ અને ધારાસભાઓના માધ્યમથી નિકળી ન શકાય તેવી રીતે ફસાવી દીધા છે. અનુપમ પવિત્ર તીર્થ સ્થળો સમેતશિખર વિ. ને પરદેશી માંસાહારી શરાબીઓને રખડવા (પ્રવાસન) માટે આકર્ષવામાં આવે તે પણ ભયંકર પાગલપન નથી? હવે એક જ રસ્તો છે- બધા જ પક્ષોનું વિસર્જન, પ્રજાના દૈવી પાલનહાર રાજાઓને રાજ પરત સોંપી દેવા. ચિતોડના સૂર્યવંશી મહારાણાને ભારતવર્ષના સમ્રાટ જાહેર કરી સિંહાસન પર આરૂઢ કરવા. કાયદાઓ ઘડવાની કયાં જરૂર જ છે? મનુ, સ્મૃતિ, યોગ, વશિષ્ટ, અર્હનીતિ, શુક્રનીતિમાં ભગવાને જ શાશ્વત હિતકારી કાયદા આપ્યા જ છે, તેથી રાજાઓને કાયદા ઘડવાનો અધિકાર જ ન હતો. માટે જ બનાવટી ઠગારી લોકશાહીને એટલાન્ટીક (યુરોપ)માં બહાદુરીથી ફેંકી દીઓ. સબરીમાલા અયોધ્યા, પ્રયાગરાજ કર્ણાવતીની એકપણ સમસ્યા ઉભી નહિ રહે. પૂજય જગદ્દગુરૂ શંકરાચાર્ય, મહા મંડલેશ્વરો, જૈનાચાર્યો, પવિત્ર સંત મહાત્માઓના આશીર્વાદ સાથે ભારતીય સેનાને મહાન આર્યાવર્તની સેના જાહેર કરો. શું પછી એકેય સળગતી સમસ્યા ઉભી રહી શકે?

''ચર્ચ ગેઇટ નહી પરંતુ છત્રપતી દરવાજા'' નામ આપવું

સુમનલાલ છોટાલાલ કામદાર

(10:59 am IST)