રાજકોટમાં છવાશે અમિતાભ બચ્ચન સદાબહાર સુદેશ ભોંસલે રજુ કરશે સુપરહિટ ગીતો
હવે રાજકોટમાં છવાશે અમિતાભ બચ્ચન... જી હા..! રંગીલા રાજકોટવાસીઓ માટે બોલીવુડની અનેક ફિલ્મોમાં મહાનાયક અમિતાભ બચ્ચનને અનેક ગીતોમાં પોતાનો અવાજ આપનાર સદાબહાર ગાયક સુદેશ ભોંસલે રજુ કરવા જઇ રહ્યા છે ‘જર્ની ઓફ અમિતાભ બચ્ચન' જેમાં રજુ કરાશે અમિતાભ બચ્ચનના ગીતો, કિશોર કુમારના ગીતો અને બીજુ ઘણું બધુ. બોલીવુડને પોતાવના સ્વર થકી અમિતાભ બચ્ચનનો અવાજ આપનાર ગાયક સુદેશ ભોંસલેએ પોતાની અદભૂત પ્રતિભાથી માયાનગરીના કલાકારોની નકલ કરીને સૌને ચોંકાવી અને પોતાના દમદાર અવાજથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. સુદેશ ભોંસલે અમિતાભ બચ્ચનના ગીતો માટે ખુબજ જાણીતા અને માનીતા છે. ખુદ અમિતાભ બચ્ચને અનેકવાર તેમન અવાજની પ્રસંશા કરી છે.
સુદેશ ભોંસલેએ અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ હમ (૧૯૯૦) ના ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે' ગાયું અને જોરદાર સફળતા મળી. આજે પણ તે ગીત લોકોના દિલો દિમાગ પર છવાયેલું છે. ઉપરાંત માહિયા વે શાવા શાવા, ફિલ્મ બાગબાનનું મેરી મખના, ફિલ્મ મેજર સાબનું સોના સોના વગેરે જેવા અનેક પ્રખ્યાત બોલીવુડ ગીતો તેમણે ગાયા છે.
સુદેશ ભોંસલેને લાઇવ ગાતા સાંભળવા એક અદભૂત લ્હાવો છે. તેમના ગીતોમાં હાસ્ય, મધુરતા, સાલસતા જોવા મળે છે અને ખાસતો તેમનો જે ગાવાનો અંદાજ છે તે નિહાળવાની તક રાજકોટના આંગણે મળવા જઇ રહી છે. સુદેશ ભોંસલેને માણવાનો સુવર્ણ અવસર લઇને આવ્યા છે ‘બોલીવુડ ઇવેન્ટ'ના ભારતીબેન નાયક. રાજકોટમાં ઇન્ડિયન આઇડોલના સીંગરો અને તાજેતરમાં લતાજીને શ્રધ્ધાંજલિ અર્પતો સુપ્રસિધ્ધ ગાયિકા અન્વેષાનો સુપર ડૂપર હિટ શો આપનાર ભારતીબેન રાજકોટવાસીઓ માટે હવે અમિતાભ બચ્ચનના ગીતોને સ્ટેજ પરથી રાજકોટવાસીઓ સમક્ષ લાઇવ કરવા પ્રખ્યાત પ્લેબેક સીંગર સુદેશ ભોંસલેને તેમની સંસ્થા બોલીવુડ ઇવેન્ટ ‘તાલ તરંગ' ના નેજા હેઠળ રાજકોટના આંગણે લાવી રહ્યા છે. રાજકોટવાસીઓ માટે શરૂ થયેલો આ અદભૂત શીલશીલો અટકવાનો નથી. એક એક થી ચઢિયાતા કાર્યક્રમો પ્રસ્તુત થશે. જેમાં કપલ અને ગ્રૂપ સાથે જોડાવા ભારતીબેન નાયક નો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે મેમ્બરશીપ મેળવી લેવા જણાવાયું છે.
દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો અને ઇવેન્ટસનું આયોજન : અચૂક લાભ લ્યો
બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્યા, ઇન્ડીયન કલાસીકલ સોંગ્સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્યુઝીકલ શો
સંપર્ક : ભારતી નાયક :
૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૮૨૦૦૨ ૯૨૧૯૭