રૂખડીયા પરાનો મુસ્તાક અબડા પરાબજારમાં કોલ્ડ્રીંકસની દુકાને ગયા બાદ લાપતા
રાજકોટ,તા.૨૩: શહેરના રૂખડીયા પરામાં રહેતો યુવાન પરાબજારમાં કોલ્ડ્રીંકસની દુકાને નોકરીએગયા બાદ ઘરે પરત ન આવતા એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ સેન્ટ્રલ જેલની પાછળ રૂખડીયાપરામાં રહેતો મુસ્તાક હનીફભાઇ અબડા(ઉે.વ.૨૧) ગત તા.૨૦ ના રોજ પરાબજારમાં આવેલી યાદગાર કોલ્ડ્રીંકસ નામની દુકાને નોકરીએ ગયા બાદ તે ઘરે ન આવતા તેના પરિવાર જનોએ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇપત્તો ન લાગતા તેના પિતાએ એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ગુમની નોંધ કરી એ.એસ.આઇ.બી.વી.ગોહિલે તપાસ હાથ ધરી છે. તેણે પીળા કલરનું ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલ છે.તેના વીસ દિવસ બાદ લગ્ન થવાના હોવાનું જાણવા મળ્યુ છે.જો કોઇનેઆ યુવાન જોવા મળેતો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૨૨૬૬૫૯ તેમજ મોબાઇલ નં. ૮૧૬૦૪૬૪૧૭૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુછે.