રાજકોટ
News of Friday, 23rd September 2022

રાજકોટ ડીસ્‍ટ્રીકટ નોટરી બાર એસો.ની રચના : પ્રમુખપદે ડી.ડી. મહેતાની નિમણુંક

ઉપપ્રમુખપદે એ.ટી. જાડેજા સેક્રેટરી પદે શૈલેષ ભટ્ટ, જો. સેક્રેટરી બી.વી. જાડેજા, ટ્રેઝરર પદે ભાવેશ રંગાણીની નિયુકતી : કારોબારીમાં બે મહિલા એડવોકેટ સહિત ૧ર સભ્‍યોની વરણીઃ સીનીયર વકીલોના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લામાં નોટરીઓનું મજબૂત સંગઠન બનાવવામાં આવશે : તંત્રની હેરાનગતિ સમયે એસો. ખડેપગે રહેશે

રાજકોટ :ડીસ્‍ટ્રીકટ નોટરી બાર એસો.ની ગઇકાલે રચના  થતા આજે એસો.ના હોદ્દેદારો અને સભ્‍યોએ ‘‘અકિલા''ની શુભેચ્‍છા મુલાકાતે લીધી હતી તે વેળાની તસ્‍વીરમાં  અર્જુનભાઇ પટેલ નવનિયુકત પ્રમુખ ડી.ડી. મહેતા, ઉપપ્રમુખ એ.ટી. જાડેજા, ભૂપેન્‍દ્રસિંહ જાડેજા તથા ડીસ્‍ટ્રીકટ નોટરી એસો.ની સ્‍થાપનામાં મહત્‍વની ભૂમિકા બજાવનાર રાજભા ઝાલા  તથા પત્રકાર નયન વ્‍યાસ સાથે ભાવી યોજના અને સંગઠનના વિસ્‍તાર સંદર્ભે એસો.ના પ્રમુખ ડી.ડી. મહેતા માહિતી આપી હતી.  (તસ્‍વીર : સંદિપ બગથરીયા) (૯.૪)

રાજકોટ, તા. ર૩ :  રાજકોટ શહેર તથા જીલ્લામાં નોટરીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના હેતુથી નવ નિયુકત ભારતીય જનતા પાર્ટી પ્રદેશના સહ-કન્‍વીનર અનિલભાઇ દેસાઇ તથા સિનિયર એડવોકેટ પિયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ તથા રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલની આગેવાની હેઠળ મળેલ નોટરીઓની મીટીંગમાં રાજકોટ ડીસ્‍ટ્રીકટ નોટરી એસોસીએશનની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજકોટ ડીસ્‍ટ્રીકટ નોટરી એસોસીએશનના પ્રમુખ તરીકે એડવોકેટ- નોટરી ડી.ડી. મહેતાની સર્વાનુમતે વરણી કરાઇ હતી. તેમજ અન્‍ય હોદ્દેદારોની પણ નિયુકતી કરાઇ હતી.

રાજકોટ ડીસ્‍ટ્રીકટ નોટરી એસોસીએશનના અન્‍ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકેએ .ટી. જાડેજા, સેક્રેટરી તરીકે શૈલેષકુમાર એમ. ભટ્ટ, જો સેક્રેટરી તરીકે ભુપેન્‍દ્રસિંહ વી. જાડેજા, ટ્રેઝરર તરીકે ભાવેશભાઇ રંગાણી તથા સંગઠન મંત્રી તરીકે અશોકભાઇ એમ. ડાંગરની નિમણુંક કરાઇ હતી. જયારે કારોબારી સભ્‍યો તરીકે સર્વે શ્રી ગૌતમભાઇ એમ. ગાંધી, રૂષિભાઇ એન. જોષી વિરેન્‍દ્ર એ. રાણિંગા, ઓમદેવસિંહ આર. જાડેજા, દિપક ડી. દવે, મહેશભાઇ કે. સવસાણી, પૂર્ણિમાબેન એચ. મહેતા, રશ્‍મીબેન જી. શેઠ, જગદિશભાઇ એમ. કુવાડીયા, આર. કે. દલ, સતીષ, પી. નગવાડીયા તથા અજયસિંહ એમ. ચૌહાણની નિયુકિત કરાઇ છે. આગમી દિવસોમાં સિનિયર એડવોકેટોના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના નોટરીઓને સભ્‍ય બનાવી નોટરીઓનું સંગઠન બનાવવામાં આવશે.

રાજકોટ ડીસ્‍ટ્રીકટ નોટરી એસોસીએશનના માર્ગદર્શક મંડળમાં સિનિયર એડવોકેટ અને રાજકોટ શહેર લીગલ સેલના પૂર્વ કન્‍વીનર પીયુષભાઇ એમ. શાહ, રાજકોટ બાર એસો. ના પુર્વ પ્રમુખ સંજયભાઇ જે. વ્‍યાસ, રાજકોટ બાર એસો. ના પૂર્વ સેક્રેટરી મનિષભાઇ એચ. ખખ્‍ખર તથા રાજકોટ બાર એસો.ના સેક્રેટરી પી.સી. વ્‍યાસ રહેશે અને આ સિનિયર એડવોકેટના માર્ગદર્શન હેઠળ નોટરીઓના વિવિધ પ્રશ્નો અંગે ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરાશે. તેમજ રાજકોટ બાર એસોસીએશનના નેજા તળે નોકરીઓના વિવિધ પ્રશ્‍નોની સચોટ રજુઆતો કરાશે.

રાજકોટ ડીસ્‍ટ્રીકટ નોટરી એસોસીએશન દ્વારા આગામી દિવસોમાં રાજકોટના નોટરીઓને નોટરીયલ સ્‍ટેમ્‍પ ચલણ માટે એ.બી.આઇ. બહુમાળી ભવન શાખામાં અઠવાડીયામાં સોમવાર અને ગુરૂવાર બે દિવસ ફાળવવામાં આવેલ છે, આ બે દિવસોમાં બેન્‍કમાં ચલણ ભરવા માટે લાંબા લાઇનો લાગતી હોય નોટરીઓને મુશ્‍કેલી પડે છે, નોટરીઓને પડતી આ મુશ્‍કેલી નિવારવા સિવાય એસ.બી.આઇ. બહુમાળી ભવન શાખા સિવાય અન્‍ય હાલમાં ટ્રેઝરી કચેરી દ્વારા અઠવાડીયામાં બે દિવસ સોમવાર અને ગુરૂવારે જ અપાય છે તેના બદલે અઠવાડીયામાં ચાર દિસ ટ્રેઝરી કચેરી દ્વારા ચલણ અપાઇ તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા પણ રજુઆત કરાશે. તેમજ પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે નોટરીઓને અવાર નવાર હેરાનગતિ કરાતી હોવાની વ્‍યાપક ફરીયાદો આવતી હોય આવા કિસ્‍સામાં સંબંધિત નોટરી સાથે એસોસીએશન ખડે પગે રહી ઉચ્‍ચ અધિકારીઓને રજુઆત કરશે.

રાજકોટ ડીસ્‍ટ્રીકટ નોટરી એસોસીએશનના નવ નિયુકત હોદ્દેદારોની નિમણુંકને રાજયકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, સાંસદ મોહનભાઇ કુંઠારીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તેમજ રેવન્‍યુ પ્રેકટીશર એસો.ના પ્રમુખ એન. જે. પટેલ, એમ.એ. સી.પી. બારના પ્રમુખ અજયભાઇ જોશી, ક્રિમીનલ બારના પ્રમુખ તુષારભાઇ બસલાણી, તથા સીનિયર એડવોકેટ રાજભા એચ. ઝાલા, રૂપરાજસિંહ પરમાર, જે. એફ. રાણા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, પરેશભાઇ ઠાકર, ભગીરથસિંહ ડોડીયા, રક્ષિતભાઇ કલોલા, કમલેશભાઇ ડોડીયા, આબીદભાઇ સોસાન, તરુણભાઇ માથુરા, પંકજભાઇ કોઠારીા, દિલેશભાઇ શાહ, કિશોરભાઇ સખીયા, કેતનભાઇ ગોસલીયા, જી.એલ. રામાણી, હિતેષભાઇ મહેતા જીજ્ઞશેભાઇ શાહ, કિરીટભાઇ પાઠક, નિતેશ કથીરીયા, કિરીટભાઇ નકુમ, હિમાંશુ પારેખ, નિવીદભાઇ પારેખએ શુભેચ્‍છા પાઠવેલ. (૯.૩)

ડીસ્‍ટ્રીકટ નોટરી એસો. નોટરીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે : અર્જુન પટેલ ડી.ડી.મહેતા

રાજકોટ, તા. ર૩ :  રાજકોટ ડીસ્‍ટ્રીકટ નોટરી એસો.ની ગઇકાલ તા. રર -૯-રર ના રોજ સ્‍થાપના થયેલી છે. આજે એસો.ના નવા નિયુકત હોદ્દેદારો અને સભ્‍યોએ ‘‘અકિલા''ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.  આ પ્રસંગે રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ અને ડીસ્‍ટ્રીકટ નોટરી એસો.ના પ્રમુખ ડી.ડી. મ હેતા એ જણાવેલ કે સંગઠન દ્વારા એસો.ની રચના થતી હોય છે. અને તેનો મુળભૂત હેતુ બધાએ સંગઠિત બની એસો.ને લગતી કાર્યવાહી કરવાની હોય છે.

આ એસો.ની રચના નોટરીઓ માટે કરવામાં આવેલ હોય નોટરીઓના ઉપસ્‍થિત થતા પ્રશ્નોને વાચા આપવા અને નિરાકરણ માટેનો શુભઉદેશ છે, જયાં અસહકારની ભાવના ઉપસ્‍થિત થતી હોય ત્‍યારે નવા એસો.ની સ્‍થાપના કરવી પડતી હોય છે.

પ્રમુખ ડી.ડી. મહેતાએ જણાવેલ કે, આ એસો. હેમશા રાજકોટ બાર એસો.ની સાથે રહી તેના વડપણ હેઠળ કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે, દરેક એસો.એ રાજકોટ બાર એસો.ની ગરિમાને ધ્‍યાને લઇને જ કામગીરી કરવાની હોય છે.

(3:54 pm IST)