રાજકોટ
News of Friday, 23rd September 2022

અંબિકા ટાઉનશીપ વિસ્‍તાર પેવિંગ બ્‍લોકથી મઢાશે

વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર વિનોદ સોરઠીયા, રાણાભાઇ સાગઠિયા, લીલુબેન જાદવ, ભારતીબેન ફર્નાન્‍ડીઝ પાડલીયાના પ્રયત્‍નો સફળ

રાજકોટ, તા. રર : વોર્ડ નં.૧૧માં સમાવિષ્ટ જુદા-જુદા વિસ્‍તારોમાં વિવિધ વિકાસના રૂ.૧૩.૮૮ કરોડનાં કામો સ્‍ટેન્‍ડિંગ કમિટી મંજૂર કરતા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર ભારતીબેન ફર્નાન્‍ડીઝ પાડલીયા, લીલુબેન જાદવ, રાણાભાઈ સાગઠીયા તથા વિનોદભાઈ સોરઠીયા દ્રારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા સ્‍થાયિ સમિતિના સભ્‍યોનો આભાર વ્‍યકત કર્યો હતો.  મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશીપ પાસે તથા મવડી પોલીસ હેડ કવાર્ટરમાં  જનભાગીદારી યોજના હેઠળ ડી.આઈ.પાઈપલાઈન નાખવાનું કામ તથા મવડી સ્‍મશાનમાં રોડ બનાવવા અને  પ્રિકાસ્‍ટ દિવાલ રીપેરીંગ કરવા તેમજ  મોટામવા સ્‍મશાન પાસે આવેલ કાલાવડ રોડ પરનો બ્રીજ વાઈડનીંગ કરવાનું કામ તથા ભીમનગર થી મોટામવાને જોડતો બ્રીજ બનાવવાના કામે વોર્ડ નં.૧૧માં કુલ રૂ.૧૩.૮૮ કરોડના વિકાસના કામો આજ રોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરાવતા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર ભારતીબેન ફર્નાન્‍ડીઝ પાડલીયા, લીલુબેન જાદવ, રાણાભાઇ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા સ્‍થાયિ સમિતિના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ. આ કામગીરી થતાં આ વોર્ડ વિસ્‍તારનાં લોકોની પાયાની જરૂરીયાતોના પ્રશ્નો મહદ્દ અંશે હલ થશે.

(3:45 pm IST)