રાજકોટ
News of Friday, 23rd September 2022

કલેકટર અને પોલીસ કમિશનર દ્વારા મતદાન મથકોની મુલાકાત

રાજકોટ :  આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્‍યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે રાજકોટ શહેરી વિસ્‍તારના વિવિધ મતદાન મથકોની સ્‍થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્‍યાન સંબંધિત અધિકારીઓને દિવ્‍યાંગ મતદારો માટે રેમ્‍પ તથા રિલિંગ, તેમજ સ્‍વચ્‍છતા અને સુરક્ષા વગેરેની સમીક્ષા કરી હતી. પોલીસ મુખ્‍ય મથક સ્‍થિત આંગણવાડી, જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર, જંકશનની શ્રી ઠકકરબાપા પ્રા. શાળા, પોપટપરાના રૂખડિયા વિસ્‍તારમાં શહીદ મંગલ પાંડે શાળા નં. ૧૭, નીલકંઠ પાર્ક વિસ્‍તારમાં વીર ભગતસિંહ શાળા, મહારાણા પ્રતાપ શાળા નં. ૮૦,  ક્રિષ્‍ના ચોક પાસેની હરી ઓમ વિદ્યાલય, હુડકો વિસ્‍તારની શાળા નં ૬૧ વગેરે મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી.

 

(3:42 pm IST)