રાજકોટ
News of Friday, 23rd September 2022

પૂર્વ કોંગી સદસ્‍ય આપમાં જોડાયા

આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી અને પ્રવકતા અજીતભાઇ લોખિલના સંકલનથી અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઇ, જામકંડોરણા જિલ્લા પંચાયત સીટના પૂર્વ કોંગી વિજેતા સદસ્‍ય મનોજ બાલધા રાજકોટ જિલ્લા પ્રમુખ જનકભાઇ ડાંગરનાં હસ્‍તે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. મનોજ બાલધા કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત ચૂંટણીમાં જીતેલા સદસ્‍ય છે. રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા સહમંત્રી હિતેશભાઇ, જેતપુર તાલુકા સંગઠન મંત્રી રોહિતભાઇ ભુવા, સહ સંગઠન મંત્રી ગુમાનસિંહ હાજર રહ્યા હતા.

(3:20 pm IST)