રાજકોટ
News of Friday, 23rd September 2022

વીરપુર જાવુ કે સતાધાર જાવું... અકિલા રઘુવંશી બીટસમાં ખેલૈયાઓ રાસે રમવા સજ્જ

નવરાત્રીમાં સાધુ વાસવાણી રોડ પર રાત ઉગે અને દિવસ પડે તેવી રોશની અને આનંદનો ઝગમગાટ જોવા મળશે : રઘુવંશી ખેલૈયાઓ ‘વહેલા તે પહેલા' ના ધોરણે પાસ મેળવી લેવાઃ ‘રઘુવંશી બીટસ' ની યુવા ટીમ અકિલા કાર્યાલયની મુલાકાતે

રાજકોટઃ જગત જનની માં આદ્યશકિતની આરાધનાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓમાં   અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાં પણ રાજકોટની જનતા એટલે ઉત્‍સવ પ્રેમી જનતા છે જે નવરાત્રીના ૨ મહિના અગાઉથી જ તૈયારીઓનો ધમધમાટ આદરી દે છે. ત્‍યારે રઘુવંશી સમાજના ભાઇઓ-બહેનો માટે, રઘુકૂળ યુવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૨'નુ જબરદસ્‍ત આયોજન કરવામાં આવ્‍યુ છે.

આ સમગ્ર આયોજન રઘુવંશી સમાજનાં લોકો માટે થઇ રહ્યુ છે ત્‍યારે દશ દિવસનાં વ્‍યકિત દીઠ નજીવા દરે સીઝન પાસ ઉપલબ્‍ધ કરવામા આવ્‍યા છે. ગ્રાઉન્‍ડમાં બેઠક વ્‍યવસ્‍થા સુંદર રીતે કરવામાં આવનાર છે. દરેક વિસ્‍તારને નાઇટ વીઝન સીસીટીવીથી આવરી લેવામાં આવશે. નવરાત્રીના આગમનને વધાવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે.

વીરપુર જાવુ કે સત્તાધાર જવું. આસોની અંજવાણી, માડી તારા મંદિરીયામાં, હે કાના હું તને ચાહુ,  જલા નજર નાખતા જાજો, સાયબો રે ગોવાળિયો, હુૅ તો કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનથી તારી માં કેશે, સોનાનો ગરબો શિરે, તરણેતરનો મેળે ગઇ તી, રમતો ભમતો સહીતના ગીતો પર ‘અકિલા રઘુવંશી બીટસ'માં ખેલૈયાઓને આનંદ કરશે.

‘અકિલા-રઘુવંશી બીટસ્‌' નવરાત્રી મહોત્‍સવ ‘‘ના ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ થઇ રહ્યા છે. ખેલૈયાઓનો ખૂબ મોટી ઘસારો અને અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ફોર્મ જમા કરાવવા માટે જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઇનગર કોમ્‍યુનીટી હોલની સામે(મો. ૯૭૨૭૫૪૩૧૭૬) કાર્યાલયે જ સંપર્ક કરવો. શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા. ૨૬/૦૯/૨૦૨૨ થી તા.૦૫/૧૦/૨૦૨૨ સુધી યોજાનાર ‘અકિલા-રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ' ના ફોર્મ (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩)મગનલાલ આઇસ્‍ક્રીમ, રેસકોર્ષ રીંગ રોડ (૪) સંતોષ ડેરી ફાર્મ, ઇન્‍દિરા સર્કલ, (૫) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (૬) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ, (૭) દર્શન મેચીંગ સેન્‍ટર, પચાયત ચોક (૮) રાજેન્‍દ્ર સોડા, ઓસ્‍કાર પ્‍લાઝા, સાધુવાસવાણી રોડ, (૯) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૦) માં કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧૧) બાલાજી સ્‍ટેશનરી, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, (૧૨) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૧૩) મનમંદિર કોલ્‍ડ્રીંકસ, રૈયા રોડ, શાકમાર્કેટ પાસે (૧૪) રાધે બ્‍યુટી કેર, ભકિતનગર સર્કલ, ગીતાનગર મેઇન રોડ, જયનાથ હોસ્‍પિટલ પાસે (૧૫) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ(૧૬) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ (૧૭) ચા વાલા ટી કાફે, સંતોષ ભેળની બાજુમાં સર્વેશ્વર ચોક (૧૮) કે.ડી.ડાન્‍સ એકેડમી, ૯-જંકશન પ્‍લોટ (૧૯) રાજહંસ સોડા, ત્રિકોણબાગ(૨૦) સપના સોડા, શ્રી હરી નમકીનની બાજુમાં, કોટેચા ચોક (૨૧) જલારામ મંદિર, ભીલવાસ (૨૨) શ્રી વિનાયક એન્‍ટરપ્રાઇઝ, ૨૫/૩૬ ન્‍યુ જાગનાથ પ્‍લોટ કોર્નર  (૨૩) કાજલ જ્‍યુસ, વિરાણી ચોક (૨૪) શ્રી હરી ભગત, ગુંદાવાડી મેઇન રોડ, (૨૫) રઘુવીર મેઘજી, જ્‍યુબેલી શાકમાર્કેટ (૨૬) રાઠોડ પાન, દાણાપીઠ ચોક (૨૭) જલારામ વેડીંગ કલેકશન, નિલકંઠનગર મેઇન રોડ (૨૮) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ(૨૯) જલારામ પાંઉભાજી, રણછોડદાસજીબાપુના આશ્રમની બાજુમા, કુવાડવા રોડ(૩૦) જલારામ અનાજ ભંડાર, જુનું માર્કેટીંગ યાર્ડ (૩૧) જયશ્રી અંબીકા જનરલ સ્‍ટોર, ગોપાલનગર-૧, ઢેબર રોડ (૩૨) ક્રિષ્‍ના મોબાઇલ શોપ, ગોકુલધામ  ગેઇટ સામે, કૃષ્‍ણનગર મેઇન રોડ (૩૩) અર્વા બ્‍યુટી  ઝોન, નાંણાવટી ચોકની અંદર, રામેશ્વર ચોક, રામેશ્વર હોલ પાસે(૩૪) સાગર ઇલેકટ્રીક, સ્‍વામીનારાયણ મંદિરની બાજુમા, કાલાવડ રોડ(૩૫) જલારામ હોઝીયરી, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ (૩૬) ગોપાલ મીલ્‍ક શોપ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ, રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મો. ૯૭૨૭૫૪૩૧૭૬, મો. ૮૭૫૮૫૮૫૮૪૮ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.

 આયોજન ટીમના મિતેશભાઇ રૂપારેલીયા, હિરેનભાઇ તન્ના, પારસભાઇ ઉનડકટ, સાગરભાઇ તન્ના, જયદેવભાઇ રૂપારેલીયા, નૈનેશભાઇ દાવડા, અમીતભાઇ પાબારી, રજનીભાઇ રાયચુરા, નિરવભાઇ પાંઉ, દિપકભાઇ કારીયા, રઘુરાજ રૂપારેલીયા, રાજેશભાઇ જટાણીયા સહિતનાએ જહેમત ઉઠાવી રહ્યા છે.

સમગ્ર આયોજન અંગે અને ફોર્મ અંગેની વિશેષ માહિતી માટે કાર્યાલય, જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઇનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો. ૯૭૨૭૫૪૩૧૭૬) સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે  (૧)  મિતેષભાઇ રૂપારેલીયા (૨) જયદેવભાઇ રૂપારેલીયા  (૩) સાગર કકકડ (૪) માલવ વસાણી (૫) નિરવ રૂપારેલીયા (૬) અલ્‍પેશ કોટક (૭) ધર્મેન્‍દ્ર કારીયા (૮) સુભમ કતીરા (૯) સીધ્‍ધાર્થ રૂપારેલીયા (૧૦) પાર્થ સચદે (૧૧) પ્રિયાંશભાઇ  (૧૨)  સાર્થક ગણાત્રા (૧૩) વીનીત સોમૈયા (૧૪)  સંદીપ ગંદા નજરે પડે  છે. (તસ્‍વીર સંદીપ બગથરીયા)

(3:35 pm IST)