રાજકોટમાં તા.પ થી ઓપન ગુજરાત રિલાયન્સ ફુટબોલ ટુનાર્મન્ટ : ૩૦ ટીમો કૌવત દેખાડશે
પૂર્વ તૈયારી અર્થે રાજકોટ ફુટબોલ એસોસીએશનની મળી ગયેલ બેઠક
રાજકોટ તા. ૨૩ : રાજકોટ ફુટબોલ એસોસીએશનના હોદેદારો અને કમીટી મેમ્બરોની એક મીટીંગ ગુણવંતભાઇ ડેલાવાળાના પ્રમુખ સ્થાને ઇન્ડોર સ્ટેડીયમ ખાતે મળી હતી.
જેમાં મહાનગરપાલિકા અને ગુજરાત ફુટબોલ એસોસીએશનના સંયુકત ઉપક્રમે આગામી તા. પ થી શરૂ થઇ રહેલ ઓપન ગુજરાત રિલાયન્સ ફુટબોલ ટુનાર્મન્ટ અંગે પૂર્વ તૈયારી અને અન્ય ચર્ચા વિચારણા કરાઇ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ ૩૦ ટીમોમાં ૭૫૦ ખેલાડીઓ ભાગ લેનાર છે. ત્યારે ખેલાડીઓને કોઇ તકલીફ ન પડે તે માટે ૧૦ સમિતિની રચના કરી કામની જવાબદારી સુપ્રત કરાઇ હતી.
મીટીંગમાં ડી. વી. મહેતા, મુકેશભાઇ બુન્દેલા, રોહીતભાઇ બુન્દેલા, બી. કે. જાડેજા, જયેશભાઇ કનોજીયા, અજયભાઇ ભટ્ટ, ધર્મેશભાઇ છત્રોડા, જીવણસિંહ બારડ, મુનાભાઇ બોરાસી, રોહીતભાઇ પંડિત, રાજેશભાઇ ચૌહાણ તેમજ કમીટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.