રાજકોટ
News of Wednesday, 23rd September 2020

નારકોટીકના ગુનામાં પકડાયેલ વેપારીને જામીન પર છોડવા સેસન્સ કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ર૩ :  અત્રે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વાળા એ બે મહિના પહેલા આરોપી આનંદ પ્રભાતભાઇ ચાવડા રહે. ધર્મરાજ સોસાયટી મેઇન રોડ પર રહેનારને પોતાની દુકાન રવરાય પાન એન્ડ કોલ્ડ્રીંકની દુકાનમાં પાસ પરમીટ વગર તરંગ વીજયાવટી આયુર્વેદિક ઔષધી નામની શીલ પેક પડીકીમાં માદક પદાર્થવાળી પડીકી ગેરકાયદેસર વેચાણ કરતા પકડી અને અનેડી.પી. એસ. હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેને અદાલતે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામના આરોપી આનંદ પ્રભાતભાઇએ પોતાના વકીલ મારફતે સેશન્સ કોર્ટમાં પોતાને જામીન પર છોડવા અરજી કરી જણાવેલ હતુ જે વસ્તુ પોલીસે કબજે કરેલ તે ઘણા સમય પહેલા કરેલ છે. મુદ્દામાલ આયુર્વેદીક ગોળી છે. રીપોર્ટમાં ખુબ જ ઓછી માત્રામાં નારકોટીકના લક્ષણ આવેલ છે. માત્ર ૬પ ગ્રામ છે મુદ્દામાલ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ સ્મોલ કોન્ટીટીથી ઓછી માત્રામાં છે સજાની જોગવાઇ ધ્યાને લઇ જામીન પર મુકત કરવા જણાવેલ હતું.

આરોપીના વકીલે ચુકાદાઓ રજુ કરી પ્રોસીકયુશનના કેસમાં ગળે ઉતરે તેવો કેસ નથી. એન.ડી.પી.એસ. એકટ કાયદા મુજબની પોલીસે કાયદેસરની કોઇ કાર્યવાહી કરેલ નથી અને આ કબ્જે કરેલ મુદ્દામાલ તમામ દુકાનોમાં વેચાય છે આ ઔષધી એન.ડી.પી.એસ.ના કાયદામાં આવતી ન હોવાછતાં પોલીસ કામગીરી બતાવવા ખોટી ફરીયાદ કરેલ છે.

આ કામે આરોપી આનંદ પ્રભુદાસ ચાવડાની જામીન અરજી થયેલી, દલીલો હકિકત તમામ ધ્યાને લઇ અને સેશન્સ જજ શ્રી દેસાઇ એ આરોપીના પંદર હજારના જામીન પર મુકત કરતો આદેશ કરેલ હતો.

આ કામના આરોપી આનંદ ચાવડા, તરફે એડવોકેટ તરીકે શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, કમલેશ ઉઘરેજા, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, અંશ ભારદ્વાજ, નીલ શુકલ, નૈમિષ જોષી, ચેતન પુરોહિત શ્રેયસ શુકલા રોકાયા હતા.

(3:00 pm IST)