સાતડા પાસે વાડીમાં વીજ કરંટ લાગતા કાકીના મોત બાદ ભત્રીજી રવીનાએ પણ દમ તોડયો
ચાર દિવસ પહેલા બનાવઃ ૭ વર્ષની બાળકીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી
રાજકોટ, તા.૨૩: કુવાડવા રોડ પર આવેલા સાતડા ગામ પાસે ત્રણ દિવસ પહેલા વાડીએ કાકી-ભત્રીજીને વીજ કરંટ લાગતા કાકીનું સારવાર દરમ્યાન મોત નીપજયા બાદ ૭ વર્ષની ભત્રીજીનું મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ કુવાડવા નજીક આવેલા સાતડા ગામમાં રહેતા શીતલબેન મુકેશભાઇ સદાદીયા (ઉ.વ.૨૫) અને ભત્રીજી ૭ વર્ષની રવીના ધીરૂભાઇ સદાદીયા પરમ દિવસે બંને વાડીએ હતા ત્યારે બંનેને વીજ કરંટ લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં કાકી શીતલબેન સદાદીયાનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. જયારે ગઇકાલે ૭ વર્ષની ભત્રીજી રવીનાએ પણ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. આ અંગે કુવાડવા રોડ પોલીસે મથકના હેડ કોન્સ જયપાલસિંહ ઝાલાએ કાર્યવાહી કરી હતી કાકીના મૃત્યુ બાદ ભત્રીજીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.