રાજકોટ
News of Monday, 23rd September 2019

ગોકુલધામમાં મિલ્કત પ્રશ્ને વૃધ્ધા જયોત્સનાબેન કોટેચાને પુત્ર અને પુત્રવધુની ફોનમાં ધમકી

પુત્ર પરાગ અને પુત્રવધુ લલીતા સામે ગુનો

રાજકોટ તા ૨૩  : મવડી રોડ પાણીના ટાંકા સામે ગોકુલધામ સોસાયટીમાં રહેતા વણીક વૃધ્ધાને મિલ્કત પ્રશ્ને પુત્ર અને પુત્રવધુએ  ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોકુલધામ શેરી નં.૩ પાણીના ટાંકા સામે બ્લોક નં.૧૪૨ માં રહેતા જયોત્સનાબેન પ્રફુલભાઇ કોટેચા (ઉ.વ.૭૮) એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે નિવૃત જીવન ગુજારે છે, ગત તા.૨૦/૯ ના રોજ પોતે પોતાના ઘરે હતા ત્યારે પુત્ર પરાગ પ્રફુલભાઇ કોટેચા, જે અમારી સામેના અમારા બીજા મકાનમાં રહે છેે ત્યાથી આવી મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને કહેલ કે 'આજે તો મારીજ નાખવી છે' તેમ કહી અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ, જેથી મેં દરવાજો બંધ કરી દેતા તે જતો રહયો હતો અને પરાગને આવુ કરવાનું કારણ એવું છે કે ગત તા. ૨૦ ના રોજ પરાગના ફોનમાં તેની પત્ની લલીતાએ જામનગરથી ફોન કરેલ અને મને મારવા માટે કહેતા આ પરાગ મારા ઘરે આવેલ અને આવુ વર્તન કરેલ છે. અને અમારી મિલ્કત તેમના નામની થઇ જાય અને મિલ્કત પરાગને અને તેની પત્નીને જોતી હોય ગાળો આપ્યા કરે છે. અને મારી નાખવાની ધમકી આપે છે, જેથી પોતે ડરીને પોતાની મિલ્કત આપી દયે તેમ જણાવ્યું છે. આ અંગે વૃધ્ધાએ આ બંને વિરૂધ્ધ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. જી.કે પરમારે તપાસ હાથ ધરી છે.

(4:08 pm IST)