રાજકોટ
News of Monday, 23rd September 2019

મતદાર વેરીફિકેશન કામગીરીએ સ્પીડ પકડી ર૦ કોલેજોના વિદ્યાર્થીઓને ચકાસણી અંગે અનુરોધ મામલતદારો-પ્રાંત દ્વારા ખાસ સેમીનારો

રાજકોટ તા. ર૩ : રાજકોટ શહેર-જીલ્લામાં હાલ મતદાર વેરીફિકેશન કામગીરી ચાલી રહી છે, આજ સુધીમાં થયેલ કામગીરીની વિગતોજાહેર કરાઇ છે.

તાજેતરમાં કણસાગરા કોલેજ, રાજકોટ ખાતે ર૦ જેટલી કોલેજોના એન.એસ.એસ.વોલન્ટીયરના સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી એન.આર. ધાધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટ દ્વારા સવીપી કાર્યક્રમ અંગે જાણકારી આપી તમામને મતદારયાદીમાં નામની ચકાસણી કરવા અનુરોધ કરવામાં આવેલ તથા આ અંગેની પી.પી.ટી.પણ દર્શાવવામાં આવેલ.

તા.ર૧/૯ ના રોજ કલેકટર કચેરી, રાજકોટ ખાતેની જિલ્લા ફરીયાદ અને સંકલનની સમિતીની આયોજિત મીટીંગમાં ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને જિલ્લ ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા ઇવીપી કાર્યક્રમથી માહિતગાર કરી આ અંગે મતદારયાદીમાં તમામ સ્ટાફની વિગતોની ચકાસણી કરવા જણાવવામાં આવ્યું હતું.

તા. રર/૯ ના રોજ શ્રી જે.કે. જેગોડા, મતદાર, નોંધણી અધિકારીશ્રી, ૬૯-રાજકોટ પશ્ચિમ વિ.મ.વિ.અને પ્રાંત અધિકારીશ્રી, રાજકોટ શહેર-ર દ્વારા શ્રી અરવિંદભાઇ મણીયાર હોલ, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત તમામને ઇવીપી કાર્યક્રમની જાણકારી આપવામાં આવેલ તથા આ અંગેના પેમ્ફલેટસનું પણ વિતરણ કરવામાં આવેલ.

તા.રર/૯ ના રોજ મામલતદાર કચેરી, રાજકોટ શહેર પૂર્વ દ્વારા ૬૮-રાજકોટ પૂર્વ વિ.મ.વિ.માં આવેલ સરકારી શાળા નં.૬૬ ખાતે ઇવીપી કાર્યક્રમ અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ  તથા વોટર વેરીફીકેન મોબાઇલ એપ.માં પોતાના નામની ચકાસણી કરવા સંબંધિત પેમ્ફલેટસનું પણ વિતરણ કરવામાં આવેલ.

તા.રર/૯ ના રોજ મામલતદાર કચેરી, રાજકોટ શહેર પૂર્વ દ્વારા ૬૮-રાજકોટ પૂર્વ વિ.મી.વિ.મા. આવેલ સરકારી શાળા નં.૬૬ ખાતે ઇવીપી કાર્યક્રમ અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ તથા વોટર વેરીફીકેન મોબાઇલ એપ.માં પોતાના નામની ચકાસણી કરવા સંબંધિત પેમ્ફલેટસનું પણ વિતરણ કરવામાં આવેલ તેમજ મામલતદાર કચેરી, રાજકોટ શહેર પૂર્વ દ્વારા ઇવીપી કાર્યક્રમનો રીક્ષામાં લાઉડ સ્પીકર તથા બેનર  લગાડી પ્રચાર કરવામાં આવેલ.

(5:48 pm IST)