રાજકોટ
News of Monday, 23rd September 2019

સોશીયલ મીડીયા એકાઉન્ટ હેકીંગના વધતા બનાવો

સોશીયલ મીડીયાની શરૂઆતના લગભગ બે દાયકાથી પણ ઓછા સમયમાં સોશીયલ મીડીયાએ લોકોના જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે. ખાસ કરીને ઈઝી ટુ યુઝ અને ફ્રી ઓફ કોસ્ટ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે લોકોને મનોરંજન પુરૂ પાડવાની સાથોસાથ કુટુંબીજનો, મિત્રો તથા વ્યવસાયિક સંપર્કો જાળવવામાં મદદરૂપ થાય છે.

જેમા સાયબર સ્પેસમાં કોઈપણ ટેકનોલોજી અથવા ડીજીટલ ડીવાઈસીસ સંપૂર્ણપણે સુરક્ષિત નથી તેવી જ રીતે આ વિવિધ સોશીયલ મીડીયા એકાઉન્ટ પણ હેકીંગથી સુરક્ષીત નથી. તાજેતરમાં ટ્વીટરના સીઈઓ જેક ડોર્સિનું પણ ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતુ અને હેકર્સે તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી અનેક વાંધાજનક ટ્વીટ કરી હતી. આટલું જ નહીં અમિતાભ બચ્ચનથી લઈને કરણ જોહર, અનુપમ ખેર વગેરે બોલીવુડ હસ્તીઓના પણ સોશીયલ મીડીયા એકાઉન્ટ ભૂતકાળમાં હેક થઈ ચૂકયા છે, ત્યારે એક સામાન્ય યુઝર્સે પોતાના સોશીયલ મીડીયા એકાઉન્ટ અને તેના ડેટા બાબતે સચેત રહેવું ખૂબ જરૂરી છે.

આજે દરેક સોશીયલ મીડીયા પ્લેટફોર્મ યુઝરની સિકયોરીટી અને પ્રાઈવસી માટે વિવિધ ઓપ્શન પુરા પાડે છે જેના દ્વારા યુઝર મહદઅંશે પોતાના એકાઉન્ટ સીકયોર કરી શકે છે જેમાની અમુક બાબતો નીચે મુજબ છે.

(૧) સોશીયલ મીડીયા એકાઉન્ટના પાસવર્ડ તરીકે તમારૂ નામ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર વગેરેનો કયારે પણ ઉપયોગ ન કરવો. પાસવર્ડ નિયમિત રીતે બદલતા રહો.

(૨) સોશીયલ મીડીયા પર મેસેજ દ્વારા મળેલ અજાણી લીંક પર કયારે પણ કલીક ન કરો. આવી લીંક પર તમારા સોશીયલ મીડીયા આઈડી-પાસવર્ડ ન જણાવો.

(૩) દરેક સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ટુ ફેકટર ઓથેન્ટીકેશનની સગવડ પુરી પાડે છે જેના દ્વારા પાસવર્ડ એન્ટર કર્યા બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર / ઈ-મેલ પર એક વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવે છે. તે એન્ટર કર્યા બાદ જ એકાઉન્ટમાં લોગઈન કરી શકાય છે. આ ફીચર એકાઉન્ટને વધુ સુરક્ષીત બનાવે છે. (જેમ કે ફેસબુક માટે - સેટીંગ્સ - સીકયોરીટી એન્ડ લોગઈન - ટુ ફેકટર ઓથેન્ટીકેશન)

(૪) તમે કયા ડીવાઈસ દ્વારા સોશીયલ મીડીયા એકાઉન્ટનો ઉપયોગ કરો છો તે નિયમીત રીતે ચકાસતા રહો. (જેમ કે જૂના સ્માર્ટ ફોનના બદલે નવા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતી વખતે જૂના ફોન માટે સોશીયલ મીડીયા એકાઉન્ટનો એકસેસ રીમુવ કરો).

(૫) સોશીયલ મીડીયા સેફટી માટે સૌથી મહત્વનો નિયમ છે કે કયારે પણ અજાણ્યા વ્યકિતને તમારા સોશીયલ મીડીયા એકાઉન્ટમાં એડ ન કરો. તમારી પોસ્ટ અને ઈન્ફોર્મેશન તમારી મિત્રો પુરતી મર્યાદિત કરો (સેટીંગ્ઝ - પ્રાઈવસી ફીચર દ્વારા)

માહિતીઃ એડવોકેટ નિકેત પોપટ

સર્ટીફાઈડ સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટીગેટર-સાઈબર લો નિષ્ણાંત રાજકોટ  (મો. ૯૪૦૯૭ ૭૦૭૧૩)

(4:04 pm IST)