રાજકોટ
News of Monday, 23rd September 2019

ચેક રિટર્ન કેસમાં કારખાનેદારને એક વર્ષની સજા અને ૧૧ લાખ ૫૦ હજારનું ફરીયાદીને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૨૩: રાજકોટ શહેરમાં અનેક લોકો પાસેથી નાણા મેળવી તે નાણા પ૨ત કરવા ચેકો ઇસ્યુ કરી આપી અનેક ચેક રીટર્ન થતા તે સબંધે ચાલી રહેલ જુદા જુદા ચેક રીટર્ન કેસો પૈકી ફરીયાદી દિનશભાઈ બચુભાઈ મનને, ૨કમ રૂ. ૧૧,પ૦૦૦/- ચુકવવા આ રોપી દિનેશ ભનાભાઈ ગ ૨સરે ઈયુ કરી આપલ ચેક રીટર્ન થના. કેસ ચાલી જતા કેસ સાબિત માની રાજકોટના  એડી ચીફ જયડી, મેજી. તેમાં આરોપીને એક વર્ષની રાજા તથા રૂ. ૧૧,૫૦,૦૦૦ ફરીયાદીનું વળતર પેટે એક માસમાં ચવવા અને તેમાં કસુર કર્ય વધુ છ માસની સજા-હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી જય ખોડીયાર ઈલેકટ્રોનીકસના નામે સોરઠીયાવાડી સર્કલ ખાતે ધંધો કરતા શ્રેય તેની પાછળ જ તહોમતદારનું હાર્દીક બફ નામનું કારખાનું આવેલ હોય અને તહોમતદાર વર્ષોથી ફરીયાદી સાથે સંબંધ ધરાવતા હોય તહોમતદારે ધંધા માટે સબંધના દાવ રૂ. ૧ ૧ ,પ૦૦ફરીયાદી. પાસેથી મેળવી પ્રોમીસરી નોટ લખી આપી ચેક ઈસ્ય કરી આપી ચેક પાસ થઈ જેવી આપલ વચન, વિશ્વાસ અને ખાત્રી મુજબ ન વતી ચેક રીટર્ન થતા આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

કોર્ટે રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપવાની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફ રયાદવાળો ચેક આરોપીએ. કાયદેસરના દેવાની ચકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ  ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતુ નથી. સમાજમાં દાખલો બેસે તે ઉપરાંત લેજીસલેચરનો ઈરાદો કાયદાને અસરકારક બનાવવાની મુખ્ય ફ૨જો અદાલતોની છે લોકો ચેકોનો બેફામ દર ઉપયોગ કરતા અટકી શકે અને ભારતીય અર્થતંત્ર કે જે વિકાસશીલ અર્થતંત્ર છે તેને નુકશાન ન થાય જયારે હાલના આરોપી પરત બેલન્સ ન હોવા છતાં ખોટા ચેકો આપવા વાયેલા હોવાનું સ્પષ્ટ જણાય છે તેમ માની આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ એક માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમાં કસુર કર્યે  વધુ છ માસની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી દિનેશભાઈ ભુત વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહ, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(4:03 pm IST)