રાજકોટ
News of Monday, 23rd September 2019

વિજયભાઇએ પદાધિકારીઓને સ્પષ્ટ કહ્યું ગમે તે કરોઃ નવા રસ્તા બનાવો

રાજકોટના ખાડાનો દુઃખાવો ગાંધીનગરમાં ઉપડયો

રાજકોટ તા. ર૩ : શહેરના રસ્તાઓના ખાડાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છ.ે આ મુદ્દે શાશકો સામે લોક આક્રોશ જોવા મળી રહ્યા છે ત્યારે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજનોને તુટેલા રસ્તાઓમાંથી મુકિત અપાવવા કટ્ટીબધ્ધતા વ્યકત કરી અને ગઇકાલે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય સહીતના પદાધિકારીઓ સાથે ખાસ બેઠક યોજીને રાજકોટના તુટેલા રસ્તાઓનું ગમે-તે ભોગે નવીનીકરણ કરવા તાકિદ કરી હતી.

આ અંગે આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓને મુખ્યમંત્રી વિજયભાઇએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારે તુટેલા રસ્તાઓ નવા બનાવવા રપ કરોડ આપી દિધા છ.ે છતા હજુ નવા રસ્તા બનાવવાની ટેન્ડર પ્રક્રિયામાં ઢીલ કેમ થઇ રહી છે ? લોકો મુશ્કેલીથી કંટાળીને આક્રોશ વ્યકત કરી રહ્યા છે. ત્યારે કોઇ પણ ભોગે તાત્કાલીક ટેન્ડર પ્રક્રીયા હાથ ધરીને નવા રસ્તાઓ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાવો આમ રાજકોટના ખાડાઓના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. અને મુખ્યમંત્રીની સુચના બાદ આ મુદ્દે તાત્કાલીક કાર્યવાહી  શરૂ થયાનું જાણવા મળ્યું છે.

(3:58 pm IST)