રાજકોટ
News of Monday, 23rd September 2019

ડો. બીનાબેન કુંડલિયાને બેસ્ટ વુમન લીડરનો એવોર્ડ

ડો. બીનાબહેન એ બેંકના સંચાલનમાં સક્રિય ભુમિકા ભજવી આ એવોર્ડ માટે પાત્રતા મેળવેલ છે-મનસુખભાઇ પટેલ : ગુજરાતભરમાંથી એકમાત્ર મહિલા ડિરેકટરએ આ પ્રતિષ્ઠા ભર્યો એવોર્ડ મેળવેલ છે - ડો. પુરૂષોતમ પીપરિયા : મારો આ એવોર્ડ બોર્ડ ઓફ ડિરેકટર્સ અને બેંકના સ્ટાફને આભારી છે -ડો. બીનાબહેન કુંડલિયા

રાજકોટ, તા. ર૩:- સહકારી ક્ષેત્રમાં રાષ્ટ્રીય કક્ષાનું સુપ્રસિધ્ધ મેગેઝીન બેંકિંગ ફ્રન્ટીયર દ્વારા ગોવા મુકામે ફાઇવસ્ટાર હોટલ હોલીડે ઇન રીસોર્ટમાં FCBA (Frountiers in Cooperative Banking Summit)-૨૦૧૯ નું આયોજન કરવામાં આવેલ. આ એવોર્ડ ફંકશનમાં ભારતભરની તમામ કેટેગરીની ૪૦૦ થી વધુ કો-ઓપરટીવ બેંકોએ ઓવોર્ડ મેળવવા નોમીનેશન કરેલ.

ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ના મેનેજીંગ ડિરેકટર ડો. બીનાબહેન કુંડલિયાનું નામ ''બેસ્ટ વુમન લીડર''નો અવોર્ડ મેળવવા નોમીનેશન કરેલ. દેશભરની સહકારી બેંકોમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ બેંકોને અલગ અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરવા જયુરી દ્વારા પસંદગી કરવામાં આવેલ. જયુરીમાં નિવૃત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પદાધિકારી અને અધિકારી સહિત બેંકિંગ ફ્રન્ટીયરના ફાઉન્ડર મેમ્બર શ્રી રત્નાકર દેવલે, શ્રી વી.એસ.દાસ, શ્રી સતીસુટેકર, શ્રી પ્રમોદ કર્નાડ, શ્રી વી બાબુ તથા ડો. રામાનુની જેવા અનેક મહાનુભાવો જયુરીમાં સામેલ હતા. આ નિષ્ણાંતોએ ગુજરાતમાં માત્ર એક આર.સી.સી. બેંકના મેનેજીંગ ડિરેકટર ડો. બીનાબહેન કુંડલીયાને ''બેસ્ટ વુમન લીડર''ના એવોર્ડ માટે પસંદ કરેલ ત્યારે આ એવોર્ડ આર.સી.સી. બેંક સહિત સમગ્ર કો-ઓપરેટીવ જગતને ગૌરવ અપાવનારો ગણી શકાય. અમેરિકા ટાઇમ્સ મેગેઝીન તથા ફોબર્સ મેગેઝીન દૃારા અપાતા એવોર્ડ જે રીતે પ્રતિષ્ઠિત હોય છે તેજ રીતે બેંકીંગ ફ્રન્ટીયર દ્વારા બેંકીંગક્ષેત્રે અપાતો આ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ ખુબ જ ગૌરવવંતો ગણાય છે.

ગોવા મુકામેના એવોર્ડ ફંકશનમાં ગોવાના કો-ઓપરેટીવ મિનીસ્ટર શ્રી ગોવિંદ ગોંડે હસ્તે શ્રી ડો. બીનાબહેન કુંડલિયાને ''બેસ્ટ વુમન લીડર''નો એવોર્ડ અનાયત કરવામાં આવ્યો. ત્યારે નેશનલ અને ગુજરાત ફેડરેશનના ચેરમેનશ્રી જયોતિન્દ્રભાઇ મહેતા હાજર રહેલ તેમજ આર.સી.સી. બેંકના ચેરમેનશ્રી મનસુખભાઇ પટેલ અને બેંકના સીઇઓ અને જનરલ મેનેજર પુરૂષોતમ પીપરીયા સહિતનાઓએ બીનાબહેનને આવકારેલ.

સાથે સાથે નેશનલ કો-ઓપરેટીવ બેન્કીંગ સમિટ-ર૦૧૯ દ્વારા સહકારી ક્ષેત્રને લગતા અલગ અલગ મુદાઓ જેવા કે સાઇબર સિકયુરીટી, ડીજીટલ બેંકિંગ, ડીજીટલ ટ્રાન્સફોર્મેશન, સાઇબર ક્રાઇમ, ડેટા સેન્ટર      

ઇન કલાઉડ એન્ડ અડ્જ તેમજ કો-ઓપરેટીવ બેંકોને કઇ રીતે સિકયોર્ડ રાખી શકાય તે બાબતે સેમિનાર/પેનલ ડિસ્કશન રાખવામાં આવેલ જેમા દેશભરની સહકારી બેંકોના મહાનુભાવો સમારોહમાં હાજર હતા.

ડો. બીનાબહેન કુંડલિયાના માર્ગદર્શન હેઠળ આર.સી.સી. બેંકે ઘણા સફળતાના શિખરો સર કરી અનેક સિધ્ધિઓ હાંસલ કરેલ છે. ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ના ફાઉન્ડર ચેરમેન સ્વ. જયંતિભાઇ કુંડલિયા સમાજમાં બેંકિંગ અન ેકન્યા કેળવણીકાર ઉપરાંત અગ્રગણ્ય વેપારી તરીકે નામાંકીત થયેલ તેઓની વેપાર-ધંધા અંગેની નિતિ, સુજબુજ, કાર્ય પધ્ધતિ જે તેમના પુત્રી ડો. બીનાબેન વારસાઇમાં મળેલ હોય, તે સુજબુજથી ડો. બીનાબેન કુંડલિયા ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ના ડિરેકટર, ચેરપર્સન અને હાલમાં મેનેજીંગ ડિરેકટર તરીકે સેવા બજાવી રહૃયા છે. ડો. બીનાબહેન જયંતિભાઇ કુંડલિયાના કાર્યકાળ દરમ્યાન આર.સી.સી. બેંકે ૧૯ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. રાષ્ટ્રીય કક્ષાના સેમીનારોમાં બીનાબેન પોતે હાજર રહી લાઇવ પાર્ટીશીપેન્ટની ભુમીકામાં હોય છે. બેંકને નુકશાનીમાંથી બહાર લાવી દેશભરમાં નફાકારકતામાં પ્રથમ સ્થાન ઉપર પહોંચાડવામાં તેમનું યોગદાન મહત્વનું રહૃયું છે.

તાજેતરમાં જ નવગુજરાત સમય દૃારા ડો. બીનાબહેન કુંડલીયાના ''નારી તુ નારાયણી'' સ્ત્રી શકિત ઉજાગર કરતો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.  બેકિંગ ફ્રન્ટીયર દ્વારા એવોર્ડ સેરેમની ગોવા થી લાઇવ Bankingfrountiers.com, www. fombizness.com, You-Tube તેમજ સોશ્યલ મિડીયા facebook  પર લાઇવ પ્રસારણ કરવામાં આવેલ હોય, ડો. બીનાબહેન કુંડલીયાને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.

આ બે દિવસના સમારોહ દરમ્યાન બેંકીંગ એન્ડ લીગલ આસ્પેકટ ઓફ બેંકિંગમાં ડોકટરેટ કરેલ આર.સી.સી. બેંકના સીઇઓ એન્ડ જનરલ મેનેજર ડો. પુરૂષોતમ  પીપરીયા સાથે ભારતભરમાંથી પ૦૦ થી વધુ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન, એમ.ડી., સી.ઇ.ઓ. કક્ષાના પાર્ટીર્શીપેન્ટએ પ્રવર્તમાન બેંકીંગ અને કાયદાકીય વાર્તાલાપ કરેલ ત્યારે શ્રી પીપરીયાને સર્વેએ બેંકીંગના એનસાયકલોપીડીયા તરીકે બીરદાવેલ અને આર.સી.સી. બેંકને માઇનશ ૧૦ કરોડની નેટવર્થથી આજની તારીખે ૭૦ કરોડથી વધુ નેટવર્થ સુધી પહોંચાડનાર શ્રી પીપરીયાને કો-ઓપરેટીવ જગતના માઇલ સ્ટોનનું બીરૂદ આપેલ.

 પ્રસ્તુત તસ્વીરમાં ગોવાના સહકાર પ્રધાન ગોવિંદ ગોંડેના વરદહસ્તે ''બેસ્ટ વુમન લિડર''નો એવોર્ડ સ્વીકારતા આર.સી.સી. બેંકના મેનેજીંગ ડિરેકટર ડો. બીનાબહેન કુંડલિયા સાથે મનસુખભાઇ પટેલ, સી.ઇ.ઓ. ડો. પુરૂષોતમ પીપરિયા અને સહકારી આગેવાન જયોતિન્દ્રભાઇ મહેતા દ્રષ્ટિગોચર થાય છે. બાજુની તસ્વીરમાં એવોર્ડ ફંકશનમાં વકતવ્ય આપતા ડો. પુરૂષોતમ પીપરિયા અને ડો. બીનાબહેન દ્રષ્ટિગોચર થાય છે.

(3:39 pm IST)