રાજકોટ
News of Monday, 23rd September 2019

ચોટીલાના ધ્રોકડવામાં હલણ મામલે દેવશીભાઇ મકવાણા પર હુમલો

કોૈટુંબીક ભાઇ વીહાભાઇ સહિતનાએ લાકડી-પાઇપ ફટકાર્યા

રાજકોટ તા. ૨૩: ચોટીલાના ધ્રોકડવામાં રહેતાં દેવશીભાઇ સવશીભાઇ મકવાણા (ઉ.૪૨) નામના કોળી યુવાન પર તેના કોૈટુંબીક મોટા ભાઇ વિહાભાઇ કરસનભાઇ, વિભા વિહાભાઇ, વિક્રમ વિભાભાઇ, રમેશ વિહાભાઇ સહિતે લાકડી-પાઇપથી હુમલો કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નિવેદન નોંધી ચોટીલા પોલીસને જાણ કરી હતી. દેવશીભાઇના પુત્ર હકાભાઇએ કહ્યું હતું કે વાડીના હલણ બાબતે માથાકુટ ચાલતી હોઇ કોૈટુંબીક દાદા વીહાભાઇ સહિતનાએ વાડીએ આવી સશસ્ત્ર હુમલો કર્યો હતો.

(1:02 pm IST)