રાજકોટ
News of Monday, 23rd September 2019

પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયાનું હિન્દુ-મુસ્લિમ એકતા કમિટી દ્વારા સન્માન

ગણપતિ ઉત્સવ અને મહોર્રમ શરીફમાં પ્રશંસનીય બંદોબસ્ત જાળવવા બદલ

તાજેતરમાં ગણેશ ઉત્સવ તથા મહોર્રમ શરીફ વખતે પ્ર.નગર પોલીસે પોતાના વિસ્તારમાં ખુબ જ પ્રશંસનીય કામગીરી કરી હોઇ અને કોઇપણ જાતની અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સતત બંદોબસ્ત જાળવ્યો હોઇ હિન્દુ મુસ્લિમ એકતા કમિટીના દ્વારા પી.આઇ. બી.એમ. કાતરીયાનું હારતોરા કરી, બૂકે અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ વખતે એકતા કમિટીના પ્રમુખ  લોઇડભાઇ કાસમભાઇ દલવાણી, કમિટી મેમ્બર સૈયદ એઝાઝબાપુ બુખારી, ભીલ સમાજના અગ્રણી કિર્તીભાઇ, સોની સમાજના સંજયભાઇ પાટડીયા, મકરાણી સમાજના યુસુફભાઇ મકરાણી, વણકર સમાજના ગણપતભાઇ અમરશીભાઇ પરમાર, મુસ્લિમ સમાજના આગેવાન હબીબભાઇ ગનીભાઇ કટારીયા, પરવેઝભાઇ કુરેશી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(1:01 pm IST)