રાજકોટ
News of Monday, 23rd September 2019

કાલે ભૂપગઢમાં ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજની મીટીંગ

નવેમ્બરમાં સમાજના ૪૩૮ પાળીયાના ઐતિહાસીક ગ્રંથનું વિમોચનઃ લોકડાયરો

રાજકોટ, તા.૨૩: રાજકોટ જિલ્લા ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજની મિટિંગ આવતીકાલે તા.૨૪ને મંગળવારે રાત્રે ૮ કલાકે નાડોદા રાજપૂત સમાજની વાડી- ભૂપગઢ (તાલુકો/ જિલ્લા- રાજકોટ) ખાતે રાખેલ છે.

આ મિટિંગમાં અતિથિ તરીકે ગ્રંથના રચયિતા એવા શ્રી ખોડુભા બારોટજીના પુત્ર શ્રી મનજીભાઈ ખોડુભા બારોટજી અને લોકસાહિત્યકાર શ્રી શંકરસિંહ સિંધવ, રાજ કેસરિયા, રણજીત સિંહ વરાણા સહિતના આગેવાનો તેમજ વઢિયાર, ગોહિલવાડ, ઝાલાવાડ, ખારાપાટ તેમજ કાઠીયાવડના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજના ૪૩૮ પાળિયાનો ઐતિહાસિક ગ્રંથનું વિમોચન તા.૧૧ નવેમ્બરના સોમવારે ધરતી હોટલની બાજુમાં નાડોદા રાજપૂત સમાજની વાડી તાલુકોઃ સમી જીલ્લોઃ પાટણ મુકામે રાખેલ છે. સાથોસાથ આયોજીત લોક ડાયરાના કલાકારો શંકરસિંહ સિંધવ, લોકસાહિત્યકાર રાજભા ગઢવી, કચ્છની કોયલ એટલે કે બેનશ્રી ગીતાબેન રબારી,  મહેન્દ્ર સિંહ રાજપુત અને યુવા લોકસાહિત્યકાર જયુભા રાજપૂત જમાવટ કરશે.

(12:06 pm IST)