શાપરના બ્રિજેશ અને સુભાષ મવડીમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયા
ક્રાઇમ બ્રાંચના ભરતભાઇ, કરણભાઇ મારૂ અને જયંતિભાઇની બાતમી
રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે મવડી મેઇન રોડ પર પાળ ગામના રસ્તા પર વગડ ચોક પાસેથી જીજે૦૩જે-૫૧૭૫ નંબરની અલ્ટો કારમાં રૂ. ૪૬૮૦૦નો ૧૫૬ બોટલ વિદેશી દારૂ ભરીને નીકળેલા બે શખ્સો બ્રિજેશ રમેશભાઇ પરમાર (ઉ.૨૨-રહે. શાપર ગામ, અનમોલ વિહાર સોસાયટી, મુળ જાળીયા તા. રાજકોટ) તથા સુભાષ રમેશભાઇ પરમાર (ઉ.૨૨-રહે. શાપર વિજયભાઇના મકાનમાં, મુળ જાળીયા સણોસરા રસ્તે)ને પકડી લઇ દારૂ, ૯૫ હજારની કાર, ૫ હજારનો મોબાઇલ ફોન મળી કુલ ૧,૪૬,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂની બદ્દી દૂર કરવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપ સિંહ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ સુચના આપી હોઇ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં એએસઆઇ ભરતભાઇ વાઘેલા, બિપીનદાન ગઢવી, હેડકોન્સ. જે. પી. મેવાડા, જયંતિભાઇ ગોહિલ, કોન્સ. કરણભાઇ મારૂ, સંજયભાઇ ચાવડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભરતભાઇ અને જયંતિભાઇ ગોહિલ તથા કરણભાઇ મારૂની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી. બનેની વિશેષ પુછતાછ થઇ રહી છે.