રાજકોટ
News of Tuesday, 23rd July 2019

શહેરની શાળા કોલેજો-કલાસીસમાં ફાયર શેફટી ગેરકાયદે ડોમ સહિતના પ્રશ્નો તાત્કાલીક ઉકેલો : રજુઆત

રાજકોટ એન.એસ.યુ.આઇ. દ્વારા મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર : આંદોલનની ચીમકી

રાજકોટ તા ૨૩  : સુરતમાં થોડા સમય પહેલા જે દુઃખદ ઘટના બની તે ફાયર શેફટીના અભાવે ઘણા બધા માસુમ વિદ્યાર્થીઓએ તેનો જીવ ગુમાવવા પડયા હતા. આથી રાજકોટમાં આવી દુર્ઘટના ન બને એટલા માટે રાજકોટમાં ચાલતા ટયુશન કલાસીસ, સ્કુલો, કોલેજોમાં,ગેરકાયદેસર ડોમ સહીતના પ્રશ્ને રાજકોટ શહેર જીલ્લા એન.એસ.યુ.આઇ. દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરી હતી. આ અંગે એન.એસ.યુ.આઇ. એ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે જે શાળા, કોલેજો ટયુશન કલાસીસ માં ફાયર શેફટીની એન.ઓ.સી. નથી આવા ટયુશન કલાસીસો, સ્કુલ કોલેજો તાત્કાલીક ધોરણે બંધ કરવામાં આવે અને જે સ્કુલોમાં પતરાના ડોમ છે તેવા ડોમને તાત્કાલીક ઉતરાવી નાખવામાં આવે તેવી માંગણી છે જો આ માંગણીને નહી ઉકેલવામાં આવે તો આવનારા દિવસોમાં એન.એસ.યુ.આઇ. દ્વારા જનતા રેડ કરી તાળાબંધી કરવામાં આવશે.

આ રજુઆત ઓલ ઇન્ડિયા એન.એસ.યુ.આઇ ના ડેલીગેટ આદિત્યસિંહ ગોહિલ, રાજકોટ શહેર જીલ્લા  એન.એસ.યુ.આઇ. ના ઉપપ્રમુખ નરેન્દ્ર સોલંકી (નીલુ), ઋતુરાજસિૅહ જાડેજા, ઋતુરાજસિંહ ઝાલા, પાવન પટેલ, વિજય પટેલ, હરવિજયસિંહ જાડેજા, માધવ મિયાત્રા, દિગ્પાલસિંહ જાડેજા, વગેરે એન.એસ.યુ.આઇ. ના આગેવાનો જાડાયા હતા.

(4:04 pm IST)