રાજકોટ
News of Monday, 23rd July 2018

રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપ બેંક ટીમ જર્મની અને નેધરલેન્ડસ અભ્યાસીક પ્રવાસે

રાજકોટ : ખેડુત અગ્રણી , સાંસદ પોરબંદર તથા  વાઇસ ચેરમેન  ઈફકો , ડાયરેકટર  ગુજકોમાસોલ  વિઠ્ઠલભાઇ રાદડીયાના સુદ્રઢ  વહિવટથી  રાજકોટ ડિસ્ટ્રીકટ  કો- ઓપ. બેંક રાષ્ટ્રિય સ્તરે ઉભરી આવેલ છે. બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી  જયશેભાઇ રાદડીયાના કુશળ વહીવટના કારણે  નાબાર્ડે પાયોનિયર  બેંક તરીકે  બિરદાવતા બેંકના મોડેલ  વહીવટથી પ્રભાવીત થઇ  દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની  રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ , ધીરાણ , વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી  યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનુ અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસ લક્ષી પ્રવૃતિ કરે છે ત્યારે તાજેતરમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા , કોલેજ ઓફ એગ્રીકલ્ચર - પુના દ્વારા  આયોજીત જીલ્લા સહકારી બેંકોના હોદ્દેદારો માટે જર્મની તથા નેધરલેન્ડસની કો- ઓપરેટીવ બેંકોનુ ફાયનાન્સીયલ નેટવર્ક , કો- ઓપરેટીવ સુપરવિઝન  સીસ્ટમ અને જર્મની બેંકીંગની મુખ્ય ચેલેન્જીસના અભ્યાસ અર્થે યોજેલ  એકસપોઝર વિઝીટમાં  ગુજરાતની સહકારી બેંકોના હોદ્દેદારોની ટીમ સાથે રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંક લી. ના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા તથા જનરલ મેનેજર વી.એમ. સખીયાએ ભાગ લીધેલ. જર્મનીમાં યુરોપીયન સેન્ટ્રલ બેંક તથા  નેધરલેન્ડસમાં વિશ્વની સૌથી મોટી 'રાબો' બેંકની હેડ ઓફિસ અને શાખાની ગ્ક્ષ્રાસ રૂટ સુધીની કામગીરીના અભ્યાસ અર્થે વિઝીટ કરેલ હતી. તેમ મેનેજર  જે.વી બોડાની યાદીમાં જણાવાયુ છે.

(3:48 pm IST)