રાજકોટ
News of Monday, 23rd July 2018

પરિણિતાએ સાસરીયા વિરૂધ્ધ કરેલ ઘરેલું હિંસાની ફરીયાદઃ કોર્ટે કાઢી નાખી

રાજકોટ, તા.૧૧: રાજકોટ અહીંના નાના મૌવા રોડ પર આવેલ કસ્તુરી રેસીડેંન્સીમાં રહેતી પરણીતા ક્રિશ્નાબા ના લગ્ન રાજકોટ મુકામે યુનિવર્સિટી કવાટરમાં રહેતા રાકેશસિંહ પરમાર સાથે સને ૨૦૦૬ ની સાલમાં થયેલ અને આ લગ્ન જીવનથી તેમને એક પુત્રી સંતાનનો જન્મ થયેલ હતો. પુત્રી જન્મ બાદ બંને પતી પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા સંતાન સાથે માવતરે ફરેલ હતી અને તેણે રાજકોટી ફોજદારી અદાલતમાં પોતાના પતી રાકેશસિંહ પરમાર સાસુ સજજનબા પરમાર અને જેઠ રાજેશસિંહ પરમાર સામે ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ તળે ફરીયાદ દાખલ કરેલ હતી અને પતી તેને માસીક ૨૦,૦૦૦/ વીસ હજાર ભરણ પોષણના તથા નુકશાની વળતરના ૩,૦૦,૦૦૦/ ત્રણ લાખ ચુકવે તે સહીતની અનેક દાદો અદાલતમાં અરજીથી માંગેલ હતી જે ઘરેલું હિંસાની ફરિયાદને અદાલતે કાઢી નાખી હતી.

ત્યારબાદ આ કેસ પુરાવા પર આવતા પરણીતા લાંબા સમયથી અદાલતનામાં હાજર ન રહેતા સાસરાના વકીલ શ્રી અંતાણી એ અદાલતને રજુઆત કરેલ કે પરણીતાને ખરેખર આ કાયદા મુજબ કોઇ રાહતની જરૂર નથી જો તેને રાહતની જરૂર હોય તો તે અદાલતમાં હાજર રહેવું જોઇએ આ પ્રકારની ગંભીર આક્ષેપવાળી ફરીયાદ કર્યા પછી જો પરણીતા હાજર ન રહે તો તેની અરજી કાઢી નાખવી જોઇએ.

એડવોકેટ અંતાણીની તમામ રજુઆતથી સહમત થઇ રાજકોટની ફોજદારી અદાલતે પરણીતાની સ્ત્રી અત્યાચારના ગંભીર આક્ષેપો વાળી ફરીયાદ પરણીતા પત્નીના હાજર ન રહેવાના કસુર ના કારણે કાઢી નાખવાનો હુકમ કરેલ છે જેનાથી સાસરીયા એ રાહતનો દમ લીધો છે. આ કેસમાં સાસરીયા વતી રાજકોટના એડવોકેટ તથા સંદીપ કે.અંતાણી અમીત એન.જનાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયા હતા. (૨૩.૧૧)

(3:45 pm IST)