રાજકોટ
News of Monday, 23rd July 2018

રવિવારે યોજાયેલ મેગા લોક અદાલતમાં ૪૮૨૪ કેસોનો નિકાલઃ અકસ્માત કેસોમાં ૬ કરોડનું વળતર મંજુર

રાજકોટ તા ૨૩ :  ગઇકાલે તા.૨૨/૭/૨૦૧૮ ના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલત નું આયોજન રમષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલેે કરવામાં આવેલ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદનાઓના ઉપક્રમે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા પણ કુ. ગીતા ગોપી, ચેરમેન, જીલ્લા કાનુની સેવા સઁત્તા મંડળ રાજકોટના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં એટલે કે તમામ અપીલ અદાલતો, દીવાની અદાલતો, ફોજદારી અદાલતો, ફેમીલી કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, લેબર કોર્ટ તેમજ તમામ અદાલતોમાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયધિશ કુ. ગીતા ગોપી ના માર્ગદર્શન તથા સબળ નેતૃત્યવ હેઠળ રાષ્ટ્રિય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.

આ લોક અદાલતનેે મુખ્ય જીલ્લા ન્યાયધિશ કુઉ ગીતા ગોપી, એડીશ્નલ ડિસ્ટ્રીકટજજ શ્રી એમ.એેમ. બાબી, મુખ્ય સીનીયર જજ શ્રી એ.વાય. દવે, ચીફ જયુડીશયલ મેજીસ્ટ્રેટ શ્રી પી.એન. દવે, જીલ્લા કાનુની સસેવા સત્તા મંડળ, રાજકોટ ના ઇન્ચાજ ર્ પુર્ણકાલીન સચીવ શ્રી જી.ડી.પડીયા તથા રાજકોટ બાર એસોસીયેશન ના પ્રમુખ શ્રી અનીલભાઇ દેસાઇ તથા એમ.એ.સી.પી. બારના પ્રમુખશ્રી કે.જે.ઠાકરના ના હસ્તે દીપ પ્રાગ્ટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવેલ હતી. સદર પ્રસંગે રાજકોટના તમામ એપેલટ જજીસ, રાજકોટ બારના હોદેદારો, એમ.એ.સી.પી. બારના પ્રમુખ તેમજ સભ્યો, વકીલશ્રીઓ તેમજ વીમા કંપનીઓના પી.જી.વી.સી.એલ. ના તેમજ વિવિધ બેંકના અધિકારીશ્રીઓ તેમજ પ્રકારો ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ ના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયધિશ કુ. ગીતા ગોપી દ્વારા લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

આજના દિવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૧૪૮૪૦ કેસો હથા પર લેવામાં આવેલ. જેમાંથી મોટર અકસ્માત વળતરના કુલ ૩૫૬ કેીોનો સમાધાન રાહે નિકાલ થયેલ જેના રૂ.૫.૯૬ કરોડ જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ ચેક રીર્ટનના કુલ ૧૦૬૦ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ જેમાં રૂ.૧.૮૯ કરોડ જેટલી રકમનું સમાધાન તયેલ તેમજ લગ્ન વિષ્યક તકરાર અંગેના ૨૫૯ કેસોમાં સમાધાન રાહે નિકાલ થયેલે આમ આજના દિવસે આ તમામ કેસો મળી કુલ ૪૬૯૬ પેન્ડીંગ કેસો તથા પ્રિલીટીગેશન કેસો મળી કુલ ૪૮૨૪ કેસોનો સ્નિકાલ થયેલ છે. યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલ છે, તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ચવિષ્યમાં યોજાનાર લોક અદાલતોમાં પકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. તેમ ઇન્ચાર્જ સેક્રેટરી શ્રી જી.ડી.પંડયાની યાદીમાં જણાવાયું છે. (૩.૩)

(12:21 pm IST)