રાજકોટ
News of Tuesday, 23rd June 2020

જય રણછોડ માખણ ચોર... : રાજકોટમાં નાના મૌવા કૈલાશધામ આશ્રમે પ્રતિકરૂપ રથયાત્રા : પૂજા અર્ચના

રાજકોટ : ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલરામજી સાથે અષાઢી બીજના પાવન દિવસે નગરયાત્રાએ નિકળે છે તે પ્રસંગને રાજકોટવાસીઓ પણ ભાવથી વધાવે છે. દર વર્ષે રાજકોટમાં શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા વિશાળ રથયાત્રાનું આયોજન વિવિધ સંસ્થા મંડળોના સહયોગથી કરવામાં આવતુ હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે વિશાળ રથયાત્રા મુલત્વી રાખવા નિર્ણય લેવાયો છે. ત્યારે આજે અષાઢી બીજના વહેલી સવારે નાનામૌવા સ્થિત કૈલાશધામ આશ્રમ ખાતે ભગવાનના ત્રણ સુશોભિત રથ તૈયાર કરી મંદિરના પ્રાંગણમાં જ પ્રતિકાત્મક રથયાત્રાનો પ્રસંગ ઉજવાયો હતો. ભાવિક ભકતોએ પૂજન અર્ચનનો લાભ લીધો હતો. આવનાર તમામને માસ્ક પહેરવા અને ભીડ ન કરવા સતત સુચનાઓ અપાતી રહી હતી. તસ્વીરમાં બહેન સુભદ્રા, બલરામજી અને જગન્નાથજીના સુશોભિત રથ તેમજ પ્રદક્ષિણા અને પૂજા અર્ચન તેમજ દર્શનનો લાભ લેતા ભાવિક ભકતો નજરે પડ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:47 am IST)