News of Saturday, 23rd June 2018
ભીમ અગીયારસનુ મુહૂર્ત સાચવતા મેઘરાજાઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા હળવો ભારે વરસાદ
રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા આજે સવારથી વાતાવરણમા પલ્ટો આવ્યો છે અને ભીમ અગીયારસનુ મુહૂર્ત મેઘરાજાએ સાચવ્યુ છે.
આજે બપોર બાદ વાદળછાંયા વાતાવરણ સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.
આજે જસદણ અને ગ્રામ્ય વિસ્તારો તથા ભાવનગર,અમરેલી પંથકમાં મેઘરાજા ઝાપટા રૃપે વરસ્યા હતા.
જયારે રાજકોટ ગોંડલ, કાલાવડ અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે હળવો-ભારે વરસાદ વરસ્યો હતો.
(7:15 pm IST)