રાજકોટ
News of Saturday, 23rd June 2018

સામાકાંઠા વિસ્તારમાં પેવીંગ બ્લોકનું કામ એકાએક બંધ : રોષ

વોર્ડ નં.૫નાં કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાએ કામ શરૂ કરાવ્યુઃ તંત્ર દ્વારા આજે કામ રોકાવાયુ : અનેક તર્ક વિતર્ક

રાજકોટ,તા.૨૩: શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં પેવીંગ બ્લોકનું કામ એકાએક બંધ કરી દેવાતા વિસ્તારવાસીઓમાં રોષ ફેલાયો છે.

આ અંગે સુત્રો માંથી મળતી માહિતી મુજબ શહેરનાં સામાકાંઠાનાં વોર્ડ નં.૫માં આવેલ મણીનગર વિસ્તારમાં પાંચ-છ દિવસથી પેવીંગ બ્લોક કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પરંતુ આજે સવારે એકા એકા કામ બંધ કરી દેવામાં આવતા લોકમાં રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારવાસીઓ દ્વારા આર્શ્ચજનક કાર્યક્રમની વિચારણા કરવામાં આવી રહી છે.

વધુમાં સુત્રોએ જણાવ્યુ હતુ કે. વોર્ડ નં.૫નાં કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા દ્વારા આ વિસ્તારવાસીઓની માંગના કારણે પેવીંગ બ્લોકનું કામ શરૂ કરાવાયુ છે.પરંતુ આજે સવારે તંત્ર દ્વારા એકા એકા કામ બંધ કરી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નોંધનિય છે કે, દક્ષાબેન ભેંસાણીયાએ મ્યુ. કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂંક બાદ સરાજાહેર અસંતોષ વ્યકત કર્યો હતો અને ત્યારબાદ એકાએક આ પેવીંગ બ્લોકનું કામ બંધ થતાં અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.(૨૧.૨૬)

 

(4:12 pm IST)