રાજકોટ
News of Saturday, 23rd June 2018

અમારે તો આ જ 'રહેઠાણ' અને આ જ 'રોજગાર' !

સખત 'પરિશ્રમ' અને 'સાદગી'નો કોઇ 'વિકલ્પ' નથી : રિક્ષાચાલક 'પી'ને નથી સૂઇ ગ્યા પરંતુ આમ જ 'મોજ'થી જીવે છે

ડગલે ને પગલે સૌ એ સુવાકયને યાદ કરતા હોય છે કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી પરંતુ અમલમાં મુકવું ખૂબ જ અઘરૃં છે. કઠોર પરીશ્રમ અને સાદગીપૂર્ણ પરંતુ મોજથી જીવનારાઓ પણ આ દુનિયામાં છે. જેના માટેનો અવ્વલ નંબરનું ઉદાહરણ તસ્વીરમાં નજરે પડે છે. ભગવાને ઠાંસી ઠાંસીને સંપત્તિ આપી હોવા છતાં ઉદાસ ચહેરે જીવન વીતાવતો કેટલાયે લોકોને દુઃખ ખંખેરી અને મોજથી જીવન જીવવા માટે શીખ આપતી આ તસ્વીર લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલ બરફના કારખાના (ઉમાકાંત ઉદ્યોગનગર) પાસેની ચાની લારી પાસેની છે. સવાર સવારના પ્હોરમાં ચા પીવા બેઠેલા યુવાનોમાંથી રીક્ષા પાછળ એક ભાઇ ચ્હાની રાહમાં બીડીનો 'કસ' મારી રહેલા નજરે પડે છે પરંતુ બાજુમાં પડેલ રીક્ષામાંથી ડ્રાઇવરની સીટનો તકીયો છે અને પેસેન્જરની સીટની પથારી કરીને મોજથી ઘસઘસાટ સુતેલા રિક્ષાચાલક જિંદગીમાં રહેલી અસંખ્ય અગવડતા તથા દુઃખોને કોરાણે મુકીને જાણે ગીત ગાઇ રહ્યા હોય કે 'મે જિંદગી કા સાથ નીભાતા ચલા ગયા. હર ફીક્ર કો ધુએ મે ઉડાતા ચલા ગયા.'

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:07 pm IST)