રાજકોટ
News of Saturday, 23rd June 2018

ગાંધીગ્રામના રાધીકા પાર્ક પાસેથી કેટરર્સ સંચાલક વસીમ શાહમદારને તમંચા સાથે એસઓજીએ પકડ્યો

શોખ ખાતર રાખ્યાનું અને અમદાવાદ તરફથી લાવ્યાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજઃ કોન્સ. જીતુભા ઝાલા, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને ગિરીરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૨૩: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગાંધીગ્રામ નાણાવટી ચોકમાંથી કેટરર્સ સંચાલક ફકીર શખ્સને તમંચા સાથે પકડી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

પોલીસે ગાંધીગ્રામ નાણાવટી ચોક નજીક સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેના કવાર્ટરમાં રહેતાં વસીમ બશીરભાઇ શાહમદાર (ફકીર)ને નાણાવટી ચોક રાધીકા પાર્ક પાસેથી રૂ. ૫ હજારના દેશી બનાવટના તમંચા સાથે પકડી લીધો છે. આ શખ્સ પોતે અમદાવાદ તરફથી શોખ ખાતર તમંચો લાવ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો મેળવવા રિમાન્ડ માંગણી કરવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરી તથા પી.આઇ. એસ. એન. ગડુની સુચના મુજબ પીએસઆઇ એચ. એમ. રાણા, પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. જીતુભા ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, જયંતીગીરી ગોસ્વામી, ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, નિર્મળસિંહ ઝાલા અને મેહુલભાઇ ગઢવી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જીતુભા ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા અને ગિરીરાજસિંહની બાતમી પરથી આ શખ્સને પકડી લેવાયો હતો. (૧૪.૧૨)

(4:05 pm IST)