રાજકોટ
News of Saturday, 23rd June 2018

શાળા નં.૫૬માં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીનો કાર્યક્રમ

રાજકોટઃ શહેરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દતક લેવાયેલ ચાણકય પ્રથામિક શાળા નં.૫૬માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ ગીતગુર્જરી સોસાયટી ખાતે રંગે ચંગે ઉજવાયો. નવનિયુકત મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય વોર્ડનં.૨ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડનં.૨ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન જૈમીનભાઈ ઠાકર, પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડનં.૨ના કોર્પોરેટર ડો.દર્શીતાબેન શાહ, પોલીસ હાઉસીંગ બોર્ડના સદસ્ય તથા રઘુવંશી અગ્રણી ધર્મેન્દ્રભાઈ મીરાણી, રઘુવંશી અગ્રણી અશ્વિનભાઈ બુધ્ધદેવ, પૂર્વ ડેપ્યુટી મેયર જસુમતિબેન વસાણી, વોર્ડનં.૨ના ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, વોર્ડનં.૨ મહિલા મોરચાના પ્રમુખ ધરાબેન વૈશ્નવ, શિક્ષણ સમિતિના સદસ્ય ભારતીબેન રાવલ, એસ.એમ.સી.ચેરમેન મનસુખભાઈ ઝાખેલીયા, બ્રહ્મ અગ્રણી દિપકભાઈ ભટ્ટ, ઝુપડપટ્ટી સેલના કમલેશભાઈ રાઠોડ તથા માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટના લાલભાઈ પોપટે શાળામાં નવા પ્રવેશ પામેલા કુમાર તથા કન્યાઓને ઢોલ-નગારા, શરણાઈના સુર અને કુમ-કુમ તિલક, કરીને, મોં મીઠા કરાવીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.(૩૦.૬)

(4:03 pm IST)