રાજકોટ
News of Saturday, 23rd June 2018

પ્રાથમિક શિક્ષણનો પાયો શિક્ષક નાખે છે : અંજલીબેન

શિક્ષણ સમિતિ દ્વારા બે દિવસમાં ૪ હજાર છાત્રોને પ્રવેશ આપ્યો : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંપન્ન

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા બે દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ ટકા નામાંકનના હેતુ સભરના આયોજનમાં આજે અંતિમ દિવસે ઉત્સાહભેર વાતાવરણમાં પ૯ પ્રાથમિક શાળા તથા ૧૭ માધ્યમિક શાળાઓમાં ભવ્ય પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આજે કુલ રપ૦૦થી વધુ બાલદેવોને ધોરણ-૧માં પ્રવેશ અપાયો હતો. આજે શાળા નં. ૬૪બીમાં યોજાયેલ પ્રવેશોત્સવમાં પ્રમુખ સ્થાનેથી ઉદબોધન કરતા મહિલા મોરચાના પ્રભારીશ્રી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણનો પાયો શિક્ષક નાખે છે જેમાં મા-બાપનો સહયોગ જરૂરી છે. દરેકે શિક્ષણની મહત્તા સમજવી આજે પ્રવેશોત્સવની સાથે શાળાઓમાં લાઇફ સ્કીલ અને બાળમેળા યોજાયા હતા. જેમાં છાત્રોએ કાગળકામ ચિત્રકામ રંગપૂર્ણી, વેસ્ટમાંથી બેસ્ટ સહિતની વિવિધ પ્રવૃતિ કરી. આજરોજ બીજા દિવસે રૂટ નં.૧માં મુખ્ય મહેમાન પદે ગોવિંદભાઇ પટેલ, મુકેશભાઇ મહેતા, રૂટ નં.રમાં અંજલીબેન રૂપાણી, જયેશભાઇ રાદડિયા, નીતીનભાઇ ભારદ્વાજ , ભાનુબેન બાબરીયા, તક્ષશિલા વિદ્યાલયમાં હાજર રહ્યા હતાં. રૂટ નં.૩માં બી.પી. ચૌહાણ અંજનાબેન મોરઝરીયા, કિરણબેન માંકડીયા, રૂટ નં. ૪ માં મુકેશકુમાર વી. પરમાર, દેવાંગભાઇ માંકડ, ડો. ગૌરવીબેન ધ્રુવ,  ગાંધી જ્ઞાન મંદિરમાં હાજર રહ્યા હતાં. રૂટ નં. પ માં જેનું દેવન, વશરામભાઇ સાગઠીયા, ધીરજભાઇ મુંગરા, રૂટ નં. ૬ માં અનુપમસિંઘ ગહેલોત, ભીખાભાઇ વસોયા, અલ્કાબેન કામદાર, ડો. રાજેશભાઇ ત્રિવેદી, બાઇસાહેબબા ગર્લ્સ હાઇસ્કુલ, શ્રીમતી ર. હ. કોટક કન્યા વિદ્યાલયમાં હાજર રહ્યા હતાં. રૂટ નં. ૭ માં બંછાનીધી પાની, જીતુભાઇ કોઠારી, શાળા નં. કસ્તુરબા વિદ્યાલય ૪૮, માં હાજર રહ્યા હતાં. રૂટ નં. ૮ માં અજયભાઇ પરમાર, મુકેશભાઇ ચાવડા, લાખાભાઇ સાગઠીયા, જગદીશભાઇ ભોજાણી, શ્રી મા આનંદમયી વિદ્યાલય, ૯૪, ૯ર/૬૪, માં હાજર રહ્યા હતાં. રૂટ નં. ૧૦ માં બીનાબેન આચાર્ય, ભારતીબેન રાવલ, શાળા નં. ૭૪, ૬૦, જલારામ હાઇસ્કુલમાં હાજર રહ્યા હતાં. રૂટ નં. ૧૧ માં ઉદયભાઇ કાનગડ, રહીમભાઇ સોરા, મહાનુભાવો શાળા નં. ૪૯, ૮૦, ૯૬-બી-૯૯, પ્રિયદર્શીની સેકન્ડરી સ્કુલમાં હાજર રહ્યા હતાં. રૂટ નં. ૧ર માં અશ્વિનભાઇ મોલિયા ડેપ્યુટી મેયર, રા. મ્યુ. કો. સંજયભાઇ હીરાણી, રૂટ નં. ૧૩ માં અરવિંદભાઇ રૈયાણી, શરદભાઇ તલસાણીયા, શાળા નં. ૬૬, નુતન ગર્લ્સ હાઇસ્કુલમાં હાજર રહ્યા હતાં. રૂટ નં. ૧૪ માં મોહનભાઇ કુંડારીયા, શાળા નં. ૧૭,૯૮, માસુમ વિદ્યાલયમાં હાજર રહયા હતાં. રૂટ નં. ૧પ માં કિશોરભાઇ રાઠોડ, શાળા નં. ૧પ જ્ઞાનિ સરિતા, ૭ર, આદર્શ માધ્યમિક શાળામાં હાજર રહ્યા હતાં. રૂટ નં. ૧૬ માં દલસુખભાઇ જાગાણી નેતા, ભાવેશભાઇ દેથરીયા, સહિતના મહાનુભાવો શાળા ૧૩, ૧૪, ર૩, સ. વ. પટેલ સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલયમાં હાજર રહ્યા હતાં.સમગ્ર બે-દિવસીય કન્યા કેળવણી મહોત્સ્વ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ  ખાતે કેળવણી નીરીક્ષક, યુ. આર. સી., સી. આર. સી., રૂટ અધિકારીશ્રી, લાઇઝન, આચાર્ય, શાળા પરિવાર, સ્કુલ મેનેજમેન્ટ કમીટી સહિતનાએ સુંદર કામગીરી કરીને બે દિવસીય શાળા પ્રવેશોત્સવ સફળ બનાવ્યો હતો.(૮.૧પ)

(4:03 pm IST)