રાજકોટ
News of Saturday, 23rd June 2018

રાજકોટમાં ઓલિમ્પિક- ડેની ઉજવણીઃ હોકીના મેચ રમાયા

રાજકોટઃ શહેરમાં આજરોજ ઓલિમ્પિક-ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગર્લ્સ અને બોયઝના હોકીના મેચ રમાડવામાં આવ્યા હતા. ખેલાડીઓને મેડલ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ અમ્પાયર ધવલ પ્રજાપતિ, નેશનલ અમ્પાયર સંજય બોરાડે, કેપ્ટન જયદેવ જોશી, ડી.વી.મહેતા, ગુણુભાઈ ડેલાવાળા, યોગીન છનિયારા, જયોતિ એનસીવાળા વિક્રમસિંહ રાણા, માધવ જસાપરા વિ.હાજર રહ્યા હતા.(૩૦.૮)

(4:02 pm IST)