રાજકોટ
News of Saturday, 23rd June 2018

કુવાડવા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે તરઘડીયા તથા અણીયારામાં જૂગાર રમતાં ૧૯ને પકડ્યા

મુકેશ પટેલની વાડીમાંથી ૧૩ને પકડી રૂ. ૧૮૭૦૫૦નો મુદ્દામાલ અને જયેશ પટેલની વાડીમાંથી ૭૧૮૦૦ની રોકડ કબ્જે

રાજકોટઃ કુવાડવા પોલીસે જીયાણાની સીમમાં પટેલ શખ્સની વાડીમાં દરોડો પાડી તેના સહિત ૧૩ શખ્સોને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧,૮૭,૦૫૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે ક્રાઇમ બ્રાંચે ત્રંબા પાસે અણીયારાની સીમમાં આવેલી વાડીમાં દરોડો પાડી ૬ શખ્સોને રૂ. ૭૧૮૦૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.

કુવાડવા પોલીસે જીયાણાની સીમમાં આવેલી મુકેશ ઘોઘાભાઇ પાનસુરીયા (ઉ.૪૦) નામના પટેલ શખ્સની વાડીમાં દરોડો પાડી ઓરડીમાંથી તેને તથા મુકેશ ધીરજલાલ વેકરીયા (ઉ.૩૪-રહે. જીયાણા), પ્રકાશ બાબુભાઇ રામાણી (ઉ.૩૫-રહે. મણીનગર-કુવાડવા રોડ), દિપક રમેશભાઇ ગોહેલ (ઉ.૩૩-રહે. ઓમ શાંતિ પાર્ક, મોરબી રોડ), ભુપત ભીખાભાઇ ગોહેલ (ઉ.૪૦-રહે. કુવાડવા), ધર્મેશગીરી રાજેશગીરી ગોસ્વામી (ઉ.૨૯-રહે. દિવાનપરા વાંકાનેર), વિજયગીરી જગદીશગીરી ગોસ્વામી (ઉ.૩૫-રહે. સનાળા રોડ, મોરબી), ગોપાલ ઘોઘાભાઇ પાનસુરીયા (ઉ.૪૫-રહે. જીયાણા), ચકુ ડાયાભાઇ રંગપરા (ઉ.૩૬-શ્રહે. જીયાણા), કાનજી છગનભાઇ ગોહેલ (ઉ.૪૩-રહે. જીયાણા), જયેશ રઘુભાઇ ચોૈહાણ (ઉ.૩૪-રહે. દલડી) તથા ગોવિંદ ભીખાભાઇ સરવૈયા (ઉ.૫૧-રહે. ઘનશ્યામનગર)ને પકડી લઇ રૂા .૫૨૫૫૦ રોકડા, નવ મોબાઇલ ફોન અને ચાર વાહનો મળી કુલ રૂ. ૧,૮૭,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પી.આઇ. એ.આર. મોડીયાની સુચનાથી પીએસઆઇ આર.એલ. ખટાણા, હેડકોન્સ. જયંતિભાઇ ગોહીલ, જયપાલસિંહ ઝાલા, કાંતિલાલ સોઢા, અંશુમાનભા રતન, કિશન અજાગીયા, વિક્રમસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જયંતિભાઇ, અંશુમનભા અને કિશનભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

બીજો દરોડો

જૂગારનો બીજો દરોડો ત્રંબા ગામ પાસે અણીયારા ગામની સીમમાં આવેલી જયેશ બાબુલાલ સાવલીયા (ઉ.૨૬-રહે. સાધના સોસાયટી-૪, કોઠારીયા રોડ)ની વાડીમાં ક્રાઇમ બ્રાંચે પાડી જયેશ તથા અનિલ રણછોડભાઇ કબોડીયા (ઉ.૪૦-રહે. ગણેશનગર-૩), રમેશ દુદાભાઇ ડોબરીયા (ઉ.૪૨-રહે. ગોવિંદનગર), મુકેશ વેલજીભાઇ સોજીત્રા (ઉ.૪૦-રહે. મેહુલનગર), સુરેશ તુલસીભાઇ સોરઠીયા (ઉ.૪૫-રહે. રામનગર-૨), ગોવિંદ પીઠાભાઇ સાકરીયા (ઉ.૪૪-રહે. માસ્તર સોસાયટી પાસે અમૃત પાર્ક)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૭૧૮૦૦ની રોકડ કબ્જે કરી હતી. આ દરોડો ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, ઘનશ્યામસિંહ ચોૈહાણ, રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતે સમીરભાઇ, ઘનશ્યામસિંહ અને અજીતસિંહની બાતમી પરથી પાડ્યો હતો.

(12:50 pm IST)