રાજકોટ
News of Saturday, 23rd June 2018

'છુટી જશે છક્કા' ફિલ્મને દર્શકોએ ભરપૂર વખાણી

ક્રિકેટના સટ્ટા પરની છે ફિલ્મ : રાજકોટના બે યુવાનો છે ફિલ્મમાં

મુંબઇ તા. ૨૩ : રાજકોટના બે યુવાનો ઉભરતી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ રહયા છે. એક છે દિગ્દર્શક ક્ષેત્રે વાહ વાહ મેળવી રહેલ દુર્ગેશ તન્ના અને અભિનયમાં પોતાની કલાના ઓજસ પાથરતો જોશીલો યુવાન સૌરભ રાજયગુરૂ કાલે રીલીઝ થયેલ ફિલ્મ 'છુટી જશે છકકા'ને દર્શકો વખાણી રહયા છે ત્યારે આ ફિલ્મ વિશે વાત કરતા દિગ્દર્શક દુર્ગેશ તન્ના એ જણાવ્યુ કે ક્રિકેટના સટૃા પરની આ ફિલ્મ એક સારા મેસેજ સાથેની એવી ફિલ્મ છે જેને પરિવાર સાથે બેસી માણી શકે. ફિલ્મની સ્ક્રીપટ એ ક્રિકેટના સટૃા પરની છે સાથે સીચ્યુએશનલ કોમેડી અને ફેમીલી ડ્રામાને જે રીતે ફિલ્માવાયો છે તેને લોકો વખાણી રહયા છે.

આ ફિલ્મના ગીતો પણ એટલીજ માવજત આપી ને બનાવડાવ્યા છે કે લોકો એના પર ઝુમી ઉઠે. ફિલ્મનાં લોકેશનની વાત કરૂતો આ ફિલ્મ ભાવનગર અને અમદાવાદ ના અલગ અલગ લોકેશન પર શુટ થઈ છે. ફિલ્મનું એક અલગ પાસુ એટલે દર્શકો જેને વખાણે છે તે ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા વિલનનાં રોલમાં. આ વિચાર સ્ક્રીપ્ટ વખતેજ આવેલો કે આ પાત્ર માટે જો કોઈ ફિટ હોઈ તો તે છે અરવિંદ વેગડા. ટુંકમાં કહુ તો આ ફિલ્મને બનાવવા તનતોડ મહેનત કરી છે દર્શકો વખાણે છે ત્યારે થાક ઉતરી ગયાનો અહેસાસ થાય છે. રાજકોટના બીજા જોશીલા યુવાન સૌરભ ફિલ્મ વિશે અને પોતાના પાત્ર વિશે વાત કરતા કહયુ કે ફિલ્મમાં મારો લીડ રોલ છે હું અલગ અલગ શેડસમાં જોવા મળીશ કયારેક કોમેડીમાં તો કયારેક ઈમોશનલ અને કયારેક ઘરવાળીના હાથનો માર ખાતો. પણ જે રીતે દર્શકો વખાણી રહયા છે એ પ્રમાણે તો મને માર ખાતોજ વધુ વખાણ્યો છે.(૨૧.૧૦)

(11:45 am IST)