રાજકોટ
News of Saturday, 23rd June 2018

રાજકોટ જિલ્લા કોંગી મોરચાના પ્રમુખ દિલીપ સાવલિયાનું રાજીનામુ

રાજકોટ તા. ૨૩ : ખેડુતોના પ્રશ્ને હંમેશા ઉઠાવતા રહેનાર રાજકોટ જિલ્લા કોંગ્રેસ કિશાન મોરચના પ્રમુખ દિલીપ ટી. સાવલિયાએ પક્ષના જિલ્લા પ્રમુખને પત્ર લખી રાજીનામુ આપી દીધુ છે.

તેઓએ આ પત્રમાં જણાવ્યુ છે કે પદ છોડુ છુ. બાકી પક્ષને હંમેશા વફાદાર રહીશ. હોદેદારો અને ધારાસભ્યના વિવાદ તેમજ કડવા પટેલ કાંડ ચાલતા લેઉવા પટેલ સમાજના આગેવાનો નારાજ થયા સહીતના કારણોસર હું આ પ્રમુખપદ છોડુ છુ. જો કે પમાં રહીને કાર્યકર તરીકે હંમેશા સાથે જ રહીશ તેમ પત્રના અંતમાં દિલીપ ટી. સાવલિયા (મો.૮૦૦૦૮ ૨૮૦૮૯) એ જણાવ્યુ છે. (૧૬.૨)

 

(11:45 am IST)