રાજકોટ
News of Monday, 23rd May 2022

મેંગો માર્કેટ પાસે ‘હિટ એન્‍ડ રન': અજાણ્‍યા આયસરે બાઇકને ઉલાળતા બીજલભાઇ સોલંકીનું મોત

વૃધ્‍ધ પૌત્ર રવી સોલંકીના બાઇક પાછળ બેસી તાવામાંથી પરત આવતા'તાઃ અકસ્‍માત સર્જી ચાલક આઇસર લઇ ભાગી ગયો

રાજકોટ તા.ર૩ : કુવાડવા રોડ પર ‘હિટ એન્‍ડ રન'ની ઘટનામાં મેંગો માર્કેટ પાસે તાવામાંથી પરત જતી વખતે અજાણ્‍યા આઇસરના ચાલકે બાઇકને ઉલાળતા પૌત્રના બાઇક પાછળ બેઠેલા વૃધ્‍ધનું મોત નિપજતા પરિવારમાં શોકવ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે લાલપરી સોસાયટી શેરી નં.૪ માં રહેતા રવી ઉમેશભાઇ સોલંકી (ઉ.ર૪) એ બીડીવીઝન પોલીસ મથકમાં અજાણ્‍યા આઇસરના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે રવી સોલંકીએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે ઇમીટેશનની મજુરી કામ કરે છે  પોતે ત્રણભાઇમાં મોટો છે. પરમ દિવસે પોતે અને દાદા બીજલભાઇ મનજીભાઇ સોલંકી બંને  મોટાબાપુનું જીજે૩ ડીકયુ-ર૧૬૦ નંબરનું બાઇક લઇને કુવાડવા રોડ પર મેંગોમ ાર્કેટથી આગળ બ્રીજનીચે માતાજીના મંદિરે તાવાના પ્રસંગમાં ગયા હતા બંને તાવામાંથી પરત ઘરે જતા હતા ત્‍યારે મેંગો માર્કેટની સામે પહોંચતા એક અજાણ્‍યો આઇસરનો ચાલકે પુરઝડપે આવી બાઇકને ઓવરટેક કરવા જતા બાઇકનું હેડન્‍લ આઇસરની બાજુની સાઇડમાં અડી જતા પોતે તથા દાદા બીજલભાઇ રોડ પર ફંગોળાઇ ગયા હતા અને આઇસરના પાછળના ટાયરમાં બીજલભાઇનું માથુ આવી જતા ગંભીર ઇજા થઇ હતી તેમજ પોતાને જમણા પગે અને ખાભાના ભાગે ઇજા થઇ હતી અકસ્‍માત સર્જી ચાલક આઇસર લઇને ભાગી ગયો હતો. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા દાદા બીજલભાઇનું મૃત્‍યુ નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું અને પોતાને સારવાર માટે સિવીલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો આ બનાવ અંગે બીડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. કે.યુવાળા સહિતે તપાસ હાથ ધરી છેે.

(2:20 pm IST)