રાજકોટ
News of Monday, 23rd May 2022

જાગનાથ પ્‍લોટમાં નેનો કારમાં દારૂની બોટલો ભરીને નીકળેલો કમલેશ ચુડાસમા પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી. જાડેજા અને ટીમે દબોચ્‍યો

રાજકોટ તા. ૨૩: કોઠારીયા રોડ આહિર ચોક સત્‍ય પ્રકાશ સ્‍કૂલ પાસે વામ્‍બે આવાસ ક્‍વાર્ટર નં. બી-૬૦૧માં રહેતો કમલેશ ભીમજીભાઇ ચુડાસમા (ઉ.૪૦) નામનો શખ્‍સ ટાટા નેનો કાર જીજે૦૩સીઆર-૭૮૪૭માં બેગપાઇપર્સ વ્‍હીસ્‍કીની ૧-૧ લિટરની રૂા. ૨૭ હજારની ૩૬ બોટલો રાખીને ડો. યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્‍લોટ-૪૧માંથી નીકળતાં ક્રાઇમ બ્રાંચે પકડી લીધો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, કોન્‍સ. વિજયભાઇ મેતા અને શૈલેષભાઇ નેચડાને બાતમી મળતાં નેનો કાર અટકાવી તલાસી લેતાં દારૂનો જથ્‍થો મળતાં તે, મોબાઇલ ફોન અને કાર મળી રૂા. ૯૫ હજારના મુદ્દામાલ સાથે ચાલક કમલેશ ચુડાસમાની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, એએસઆઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(12:40 pm IST)