રાજકોટ
News of Saturday, 23rd May 2020

ખીજડાવાળા રોડ પર અને શ્રીજીનગરમાં મકાનમાંં જુગારધામ પર દરોડોઃ ૧૪ ઝડપાયા

રાજકોટ તા. ર૩ : માલવીયાનગર ખીજડાવાળા રોડ પર રહેતા રજપુત યુવાનના મકાનમાં અને રૈયા રોડ શ્રીજીનગરમાં મકાનમાં અને રૈયાધાર મફતીયાપરામાંં પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૧૪ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માલવીયા નગર પોલીસ મથકના પીએસઆઇ જે.એસ. ચંપાવત સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ખીજડાવાળો રોડ ખોડીયાર ફલોર મીલની સામે રહેતા હાર્દિકસિંહ વિક્રમસિંહ વાઘેલા (ઉ.ર૪)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા હાર્દિકસિંહ તથા જલજીત સોસાયટી શેરી નં. ૩ ના સાદુલ કમલેશભાઇ સાપરીયા (ઉ.ર૬) વર્ધમાનનગર અતુલયમ બંગલો બ્લોક નં.૧૧ ના હિતેષ રઘુભાઇ રાઠોડ (ઉ.૩પ) ખીજડાવાળા રોડ પર રહેતા પિયુષ વસંતદાસ નીમાવત (ઉ.૩પ), જલજીત સોસાયટી શેરી નં.૩ના ધર્મેશ કમલેશ સાપરીયા(ઉ.ર૩) ને પકડી લઇ રૂ.ર૭૦૦ ની રોકડ કબજે કરી હતી.

જયારે બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ હાર્દિકસિંહ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રૈયા રોડ શ્રીજીનગર શેરી નં. ર/૩મા રહેતા મિતેશ હરેશભાઇ  રાજદેવ (ઉ.૪૦) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મિતેશ તથા શ્રીજીનગરના દેવ મયુરભાઇ રાજદે (ઉ.૧૮) સંતકબીર રોડ સદ્દગુરૂ સાનીધ્ય કોમ્પલેક્ષના મેહુલ મનસુખભાઇ સોઢા (ઉ.૩ર) શ્રીજીનગરના હરેશ ત્રિભોવનદાસ રાજદેવ (ઉ.૭૦) ગોપાલનગરના વિપુલ મનસુખલાલ સોઢા (ઉ.૪ર) મવડી મેઇન રોડ અલ્કા સોસાયટીના રાજેન્દ્ર ભીખાભાઇ કેસરીયા (ઉ.૪૩) ને પકડી લઇ રૂ.૧ર,પર૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જયારે ત્રીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા જયંતીગીરી ગોસ્વામી સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે રૈયાધાર મફતીયાપરા પાીણના ટાંકા પાસે દરોડો પાડી જુગાર રમતા દિલીપ નાનજીભાઇ રાઠોડ, હીતેષ ગોવિંદભાઇ બારીયા અને રતી મુળજીભાઇ કમ્મરને પકડી લઇ રૂ. પ૧પ૦ ની રોકડ કબ્જે કરી હતી.

(3:34 pm IST)