રાજકોટ
News of Saturday, 23rd May 2020

રાજકોટ જેલમાં ડબલ મર્ડરના આરોપી પાકા કેદી સુરેશે ફિનાઇલ પી લીધું

સારણ ગાંઠના દુઃખાવાથી કંટાળી જઇ પગલું: સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: જેલમાં પાકા કામના એક કેદીએ ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રાજકોટ જેલમાં પાકા કામના કેદી તરીકે રખાયેલા મુળ ભાવનગરના સુરેશ ધનજીભાઇ મકવાણા (ઉ.૩૬)એ સવારે ફિનાઇલ પી લેતાં જેલમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવતાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરી હતી. સુરેશ ૨૦૧૦માં ભાવનગરમાં ડબલ મર્ડરમાં સંડોવાયો હતો અને પકડાયો હતો. ૨૦૧૨થી તે રાજકોટ જેલમાં પાકા કેદી તરીકે છે. તેને સારણ ગાંઠ હોઇ તેનો દુઃખાવો સહન ન થતો હોવાથી આ પગલુ ભર્યાનું રટણ કર્યુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:26 pm IST)