રાજકોટ
News of Saturday, 23rd May 2020

રાજકોટના યુવાનને જૂનાગઢ સાઇબર સેલે ફેક એકાઉન્ટ બનાવી મેસેજ કરતા ઝડપી લીધો

જૂનાગઢ,તા.૨૩: જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા સાયબર ક્રાઇમને રોકવા તેમજ બનેલ સાયબર ક્રાઇમના બનાવોની ઉંડાણપૂર્વક તપાસ કરી ડીટેકટ કરવા માટે રેન્જ સાયબર ક્રાઇમ સેલને સુચના કરેલ.

અરજદારના પુત્રવધુના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જુદા જુદા ફેક એકાઉન્ટો દ્રારા બિભસ્ત મેસેજો મોકલેલ તથા બિભસ્ત માંગણી કરી અને બદનામ કરવાની ધમકી આપેલ તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવા અરજદારના પુત્રના નામનો ઉપયોગ કરેલ.

જે અંગેની અરજી મળતા રેન્જ સાયબર ક્રાઇમ સેલ જુનાગઢ દ્રારા તપાસ કરી આ જુદા જુદા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટો અંગે તમામ ટેકનીકલ એનાલીસીસ કરતા આ ફેક એકાઉન્ટો બનાવનાર આશિષ ભુરસિંગભાઇ કલાસવા રહે. રાજકોટ વાળાનું નામ  ખુલવા પામતા તેના વિરૂધ્ધ જુનાગઢ 'બી' ડીવી. પો.સ્ટેમાં  આઇ.પી.સી.ક. ૫૦૯,૩૫૪(ઘ) આઇ.ટી.એકટ ૨૦૦૦ની  ૬૬(સી) મુજબ ગુન્હો દાખલ કરાવેલ. 

આ ઉપરોકત કામગીરીમાં પો.ઇન્સ. કે.કે.ઝાલા તથા પો.સ.ઇ. કે.એમ.મોરી, વા.પો.સ.ઇ. વી.એમ.જોટાણીયા, તથા વા.પો.સ.ઇ. એન.એ.જોષી., પો.હેડ કોન્સ. પિયુષ ચાવડા તથા પો.કોન્સ.રમેશભાઇ શિંગરખીયા પો.કોન્સ. ભુમીતભાઇ  વિભાણી, મયુરભાઇ અગ્રાવત, તથા અરવિંદભાઇ વાવેચાનાઓ સાથે રહી કામગીરી કરેલ છે.

(3:26 pm IST)