રાજકોટ
News of Saturday, 23rd May 2020

કપડા ધોતી વખતે ખાણમાં પડી જતાં ડૂબી જવાથી ગુલાબનું મોત

આજીડેમ ઓવરફલો પાસે બનાવઃ મુળ ઢસાનો દેવીપૂજક યુવાન હાલ રાજકોટ રહેતો'તો

રાજકોટ તા. ૨૩: આજીડેમના ઓવરફલો નજીક કિસાન ગોૈશાળા વાળા રોડ પર આવેલી ખાણમાં ડૂબી જતાં મુળ ઢસાના હાલ કોઠારીયા રોડ પર મશરીબાપાના ભંગારના ડેલા પાસે રહી મજૂરી કરતાં ગુલાબ રમણિકભાઇ રાજકોટીયા (દેવીપૂજક) (ઉ.વ.૩૦)નું મોત નિપજ્યું છે.

એક યુવાનની લાશ ખાણમાં તરતી હોવાની જાણ જાગૃત નાગરિક મારફત થતાં આજીડેમના પીએસઆઇ આસુન્દ્રા અને કોશેન્દ્રસિંહે ત્યાં પહોંચી તપાસ કરી હતી. મૃતકને એક યુવાન ઓળખતો હોઇ તેની ઓળખ થઇ હતી. મૃતક ગુલાક કેટલાક સમયથી રાજકોટ રહી મજૂરી કરતો હતો. તેણે પહેરેલા પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ પણ મળી આવ્યો હતો જે પલળી ગયો હતો. કપડા ધોવા આવ્યો ત્યારે પગ લપસી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યાનું પોલીસે તારણ કાઢ્યું હતું. પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(2:45 pm IST)