રાજકોટ
News of Saturday, 23rd May 2020

ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતિ ઉપરના બળાત્કાર કેસમાં આરોપીની જામીન અરજી રદ

યુવતિ ઉપર કંપનીના હેડ દ્વારા બળાત્કાર ગુજાર્યો હતો

રાજકોટ, તા. ર૩ : અત્રે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતિને ધમકી આપી બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલા અહીંના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડીંગમાં આવેલ લીમીટલેસ બિઝનેશ પ્રા.લી. કંપનીના હેડ જયસુખ સાકરીયાની પોલીસે ધરપકડ કરીને જેલહવાલે કરતા ગુજરાત હાઇકોર્ટે આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સદરહું કંપનીમાં ભોગ બનનાર યુવતિ સવારના ૧૦ થી ૬ દરમ્યાન નોકરી કરતી હોય કંપનીના હેડ એવા આરોપી જયસુખ સાકરીયાને વારંવાર મળવાનું થતું હોય આરોપીએ મિત્રતા કરી ફોન ઉપર મેસેજ કરવાનું ચાલુ કરેલ. તેણીએ મિત્રતા રાખવાની ના પાડતા એક દિવસ કંપનીનો બધો સ્ટાફ ઘરે જતો રહેલ ત્યારે આરોપીએ તેણીને ચેમ્બરમાં બોલાવી. જબરજસ્તી કરી બદનામ કરી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવ બાદ યુવતિએે નોકરી છોડી દઇને આરોપી વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યો હતો.

આ ગુનામાં આરોપીએ જામીન પર છુટવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતા આરોપીના હાઇકોર્ટના એડવોકેટ પ્રવિણભાઇ ગોંડલીયાએ રજુઆત કરેલ છે. આરોપી સામે ફરીયાદમાં જે આક્ષેપો કરેલ છે તે તથ્યહિન છે. આરોપીને જામીનમુકત કરવા જેવો ગુનો હોય જામીન અરજી મંજુર કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટે આરોપી જયસુખ હરિભાઇ સાકરીયાને રૂ. ૧પ હજારના જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ શ્રી પ્રવિણ એસ. ગોંડલીયા રોકાયા હતાં.

(2:43 pm IST)